heavy rain

Unseasonal Rain Forecast: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી, આ જિલ્લાઓ પડશે કમોસમી વરસાદ

Unseasonal Rain Forecast: આગાહી અનુસાર, 12થી 18 એપ્રિલ દરમિયાન પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્યગુજરાતના ભાગોમાં માવઠું થઇ શકે છે

whatsapp banner

અમદાવાદ, 05 એપ્રિલઃ Unseasonal Rain Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકુ રહેશે.આગામી ત્રણ-ચાર દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.ત્રણ-ચાર દિવસ બાદ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો:- Rupala Started Election Campaign: વિવાદ વચ્ચે રૂપાલાએ ચૂંટણી પ્રચારનો કર્યો શુભારંભ, આશાપુરા માતાજીના દર્શન કર્યા

નોંધનીય છે કે ગરમીમાં રાહત ફક્ત ચાર દિવસ જ રહેશે. ગુજરાતમાં ચાર દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે.ગરમી અંગે હવામાન વિભાગની આગાહી અનુસાર 4 દિવસ બાદ પારો 2થી 3 ડિગ્રી ઊંચકાઈ શકે છે. આમ 4 દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. આગાહી અનુસાર, 12થી 18 એપ્રિલ દરમિયાન પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્યગુજરાતના ભાગોમાં માવઠું થઇ શકે છે.કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો