Dialysis program

Dialysis program: રાજ્ય સરકાર અને IKDRCના સંયુક્ત પ્રયાસે 510 ડાયાલિસીસ મશીન દર્દીઓની માટે કાર્યરત

Dialysis program: 53 કેન્દ્રોના 510 મશીનો પર અંદાજીત 20775 દર્દીઓ ડાયાલિસીસ સેવાનો લાભ મેળવે છે.

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૩૦ જૂન:
Dialysis program: રાજ્ય સરકાર અને સિવિલ મેડિસીટીના ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસી એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) સેન્ટરના સંયુક્ત પ્રયાસે ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(GDP) કાર્યરત છે. ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ હેઠળ રાજ્ય ભરના ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે ડાયાલિસીસ સેવા પૂરી પાડવામાં આવે છે. રાજ્યભરમાં નાગરિકોને 30 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં સરળતાથી ડાયાલિસીસ કેન્દ્ર પર સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે પ્રમાણેનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…

કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતની અપૂર્વ સિદ્ધિ

આ પ્રોગ્રામ હેઠળ 53 ડાયાલિસીસ કેન્દ્ર (Dialysis program) પર 510 અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હિમોડાયાલીસી મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ મશીનો પર રાજ્યના શહેરી વિસ્તારો થી લઇ આંતરિયાળ વિસ્તારોના જરૂરિયાતમંદ 20775 જેટલા દર્દીઓ ડાયાલિસીસ સેવાનો લાભ મેળવો છે. અમદાવાદ જિલ્લામાં અમદાવાદ પશ્ચિમ વિસ્તારના નાગરિકો સોલા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસીસ સેવાનો લાભ મેળવે છે અહીં 23 જેટસા ડાયાલિસીસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

અમદાવાદ જિલ્લાના પૂર્વ વિસ્તારના નાગરિકો માટે સિંગરવા ખાતે 3 ડાયાલિસીસ મશીનો (Dialysis program) મૂકવામાં આવ્યા છે.અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં અલાયદા 12 જેટલા ડાયાલિસીસ મશીન મૂકવામાં આવ્યા છે.

Special trains: સ્પેશિયલ ટ્રેનોની વધુ 5 જોડીના ફેરાનું વિસ્તરણ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ નાગરિકોની સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો કરવા અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારો સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચે તે પ્રમાણેનું સધન આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ (Dialysis program) રાજ્ય સરકારની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવે છે. રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને વિનામૂલ્યે તમામ સેવા ઉપલબ્ધ કરાવીને જીવદયા પ્રત્યેની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.