Special trains: સ્પેશિયલ ટ્રેનોની વધુ 5 જોડીના ફેરાનું વિસ્તરણ

Special trains: ઉપરોક્ત ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત અને વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેનોદોડશે.


અમદાવાદ , ૨૯ જૂન: Special trains; મુસાફરોની સગવડ માટે અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, વિશેષ ટ્રેનોની વધુ 5 જોડીનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

Special trains: ડિવિઝનલ રેલ્વે મેનેજર અમદાવાદ દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 02989 દાદર-અજમેર ત્રી-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ, જેને 1 જુલાઈ, 2021 સુધી અધિસુચિત કરવામાં આવી હતી, હવે 30 સપ્ટેમ્બર, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09707 બાન્દ્રા ટર્મિનસ – શ્રી ગંગાનગર ફેસ્ટિવલ સ્પેશિયલ, જેને 2 જુલાઈ, 2021 સુધી અધિસુચિત કરવામાં આવી હતી, હવે 2 ઓક્ટોબર, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
3. ટ્રેન નંબર 02474 બાન્દ્રા ટર્મિનસ – બીકાનેર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ, જેને 29 જૂન, 2021 સુધી અધિસુચિત કરવામાં આવી હતી, હવે 28 સપ્ટેમ્બર, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
4. ટ્રેન નંબર 02490 દાદર – બીકાનેર દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ, જેને 30 જૂન, 2021 સુધી અધિસુચિત કરવામાં આવી હતી, હવે 29 સપ્ટેમ્બર, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
5. ટ્રેન નંબર 04818 દાદર – ભગત કી કોઠી દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ, જેને 29 જૂન, 2021 સુધી અધિસુચિત કરવામાં આવી હતી, હવે 1 ઓક્ટોબર, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

Railways banner


6. ટ્રેન નંબર 02990 અજમેર-દાદર ત્રી-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ, જેને 30 જૂન, 2021 સુધી અધિસુચિત કરવામાં આવી હતી, હવે 29 સપ્ટેમ્બર, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
7. ટ્રેન નંબર 09708 શ્રી ગંગાનગર – બાન્દ્રા ટર્મિનસ ફેસ્ટીવલ સ્પેશિયલ, જેને 30 જૂન, 2021 સુધી અધિસુચિત કરવામાં આવી હતી, હવે 30 સપ્ટેમ્બર, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
8. ટ્રેન નંબર 02473 બીકાનેર – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક ફેસ્ટીવલ સ્પેશિયલ, જેને 28 જૂન, 2021 સુધી અધિસુચિત કરવામાં આવી હતી, હવે 27 સપ્ટેમ્બર, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
9. ટ્રેન નંબર 02489 બીકાનેર – દાદર દ્વિ-સાપ્તાહિક ફેસ્ટીવલ સ્પેશિયલ, જેને 29 જૂન, 2021 સુધી અધિસુચિત કરવામાં આવી હતી, હવે 28 સપ્ટેમ્બર, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
10.  10. ટ્રેન નંબર 04817 ભગત કી કોઠી – દાદર દ્વિ-સાપ્તાહિક ફેસ્ટીવલ સ્પેશિયલ, જેને 28 જૂન, 2021 સુધી અધિસુચિત કરવામાં આવી હતી, હવે 30 સપ્ટેમ્બર, 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

ઉપરોક્ત ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત અને વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેનો (Special trains) દોડશે. ટ્રેન નંબર 02989, 09707, 02474, 02490 અને 04818 માટે બુકિંગ 1 જુલાઇ, 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.  નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં(Special trains) મુસાફરી કરવાની છૂટ રહેશે.  પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.