RTO driving licence

Digilocker driving license valid: આરટીઓમાં સ્માર્ટ કાર્ડની અછત હોવાથી ડીજીલોકરના ડ્રાઇવીંગ લાયસન્સ માન્ય ગણાશે

Digilocker driving license valid: અરજદારની અરજી એપ્રુવ્ડ થયેલી મોબાઇલ નંબર ઉપર મળેલ એસએમએસ લીંક અથવા પોર્ટલ પર પ્રિન્ટ ડ્રાઇવીંગ લાયસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે

પોરબંદર, 21 મે: Digilocker driving license valid: પોરબંદર સહિત રાજ્યની આરટીઓ કચેરીમાં લાયસન્સના પ્રિન્ટના સ્માર્ટ કાર્ડના અભાવે અરજદારોને મુશ્કેલી થઇ રહી છે. છેલ્લા બે માસથી અરજદારોને લાયસન્સના સ્માર્ટ કાર્ડ ન મળતા અરજદારો ગોથે ચડ્યા છે. ઘણા વાહન ચાલકોને એ પણ ખ્યાલ નથી કે ડિઝીટલ સ્વરૂપે પણ રખાયેલા ડ્રાઇવીંગ લાયસન્સ માન્ય ગણાય છે. પોરબંદર આરટીઓ ઇન્સ્પેકટરએ લોકોને જણાવતા કહ્યું કે ડ્રઇવીંગ લાયસન્સ એમ પરિહવન અથવા તો ડીજીલોકરમાં ડિઝીટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઇવીંગ લાયસન્સ માન્ય ગણાશે. 

આરટીઓ કચેરીમાં વાહન અંગેના(Digilocker driving license valid) ડ્રાઇવીંગ લાયસન્સ માટે અરજદારો ડ્રાઇવીંગ ટેસ્ટ દેવા માટે આવે છે. આ ટેસ્ટ આપ્યા બાદ પાસ થયેલા અરજદારોને પોસ્ટ દ્વારા સરનામા મુજબ ઘર સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ અરજદારોની કમનસીબી એ છે કે તેઓ પાસ થઇ ગયા હોવા છતાં પણ તેમને પ્રિન્ટેડ સ્માર્ટ લાયસન્સ મળી નથી રહ્યાં જેનું એક માત્ર કારણ એ છે કે ગુજરાતભરની આરટીઓ કચેરીમાં આ કાર્ડ નહીવત જોવા મળી રહ્યાં છે. આખા રાજ્યમાં અંદાજે બે લાખથી પણ વધુ અરજીઓ પેન્ડીંગ છે. જેઓને સ્માર્ટ કાર્ડ આપવાના બાકી છે. જેના કારણે વાહન ચાલકો ગોથે ચડ્યા છે.

કારણ કે આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકો ડીજી લોકર કે એમ પરિવહનનો ઉપયોગ કરતા નથી. આ બન્ને એપ્લીકેશનમાં વાહનના દસ્તાવેજો રાખવામાં આવે છે. જે માન્ય ગણાય છે. પોરબંદર આરટીઓ ઇન્સ્પેકટર બી. એમ. ચાવડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પોરબંદરની આરટીઓ કચેરીમાં હાલ સ્માર્ટ કાર્ડ ન હોવાથી પ્રિન્ટેડ કાર્ડ લોકોને આપવામાં આવ્યા નથી.

માર્ચ મહિનાથી આ પરિસ્થિતી છે. હજુ ક્યારે કાર્ડ આવશે તેનો કોઇ ખ્યાલ નથી. સાથે જ જનતાને માર્ગદર્શન આપતા કહ્યું કે વાહન વ્યવહાર કમિશ્નર કચેરીએ અપાયેલા પત્ર મુજબ ડ્રાઇવીંગ લાયસન્સ ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટકાર્ડ સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવે છે. એમ પરિવહન અને ડીઝીલોકર ડિઝીટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઇવીંગ લાયસન્સ માન્ય દસ્તાવેજ છે.

આ પણ વાંચો..Hair shaving tips for kids: જો તમે ઉનાળામાં તમારા બાળકના વાળ શેવ કરવા માંગતા હોવ તો આ ટિપ્સ ખૂબ જ કામની

વધુમાં અરજદારના ડ્રાઇવીંગ લાયસન્સ સ્વરૂપ સંબંધીની અરજી એપ્રુવ્ડ થયેથી સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સ અરજદારના રજીસ્ટર એડે્રસે પહોંચે તે સમયગાળામાં અરજદાર ડ્રાઇવીંગ લાયસન્સની એ-૪ સાઇઝ પીડીએફ ડાઉનલોડ કરી શકે છે. આ એ-૪ સાઇઝ ડ્રાઇવીંગ લાયસન્સની પ્રિન્ટ અરજદારની એપુવ્ડ થઇ અરજદારને મોબાઇલ પર મળેલ એસએમએસ લીંક અથવા તે સારથી પોર્ટલ પર પ્રિન્ટ ડ્રાઇવીંગ લાયસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે (Digilocker driving license valid) અને ડાઉનલોડ કરેલ આ દસ્તાવેજ મોટર વ્હીકલ નિયમ ૧૯૮૯ અંતર્ગત માન્ય છે.

એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન જો નાગરીક પાસેથી ડ્રાઇવીંગ લાયસન્સ કે અન્ય દસ્તાવેજ માંગે તો ડીજીલોકમમાં ઉપલબ્ધ ડ્રાઇવીંગ લાયસન્સ દસ્તાવેજ બતાવવામાં આવે તો મોટર વ્હીકલ નિયમ મુજબ માન્ય ગણાશે. 

Gujarati banner 01