Air india

Flight cancelled: અમદાવાદથી એર ઇન્ડિયાની ૬ ઇન્ટરનેશનલ, ૩ ડોમેસ્ટિક ફ્લાઇટ આ મહિના સુધી કેન્સલ કરવામાં આવી, આ કારણે લેવાયો નિર્ણય

અમદાવાદ, 26 જૂનઃFlight cancelled: કોરોનાની બીજી લહેરમાં અમદાવાદથી અનેક ડોમેસ્ટિક ફલાઇટોને  મુસાફરો ન મળતા અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત વિદેશથી ભારતની ફ્લાઇટ પર પણ પ્રતિબંધ છે.આ સ્થિતિને પગલે  અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ત્રણ ડોમેસ્ટિક સહિત કુલ ૯ ફલાઇટ આગામી જૂન-જૂલાઇ સુધી કેન્સલ રહેશે, તેવી  એર ઇન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે.

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી એર ઇન્ડિયા(Flight cancelled)ની નાસિક, કંડલા સહિતની ફલાઇટો ગત એપ્રિલ મહિનામાં આવેલી કોરોનાની બીજી લહેરમાં જ બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાના ડરથી આ સેક્ટરની ફલાઇટો ખાલી જતી હતી. આ સેક્ટરમાં એર ઇન્ડિયા એટીઆર પ્રકારના એરક્રાફ્ટનો ઉપયોગ કરતુ હતુ જેમાં ૭૨ સીટરની ફલાઇટમાં કોઇ દિવસ પાંચ કે ઘણી વખત સાવ ખાલી ફલાઇટો જતી હોવાથી ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj

અમદાવાદથી એર ઇન્ડિયાની પાંચ જેટલી ઇન્ટરનેશનલ ફલાઇટો(Flight cancelled)ને બીજી લહેરમાં સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી ભારતમાં કોરોનાને લઇ આ તમામ ફલાઇટોને હજુ ત્યાંની વિદેશની સરકાર દ્વારા ફલાઇટ ઓપરેટ કરવાની મંજૂરી મળી નથી. જેમાં અમદાવાદથી લંડન, કુવૈત, દુબઇ, નૈરોબી, મસ્કતનો સમાવેશ થાય છે. જેના કારણે વિદેશ માટે રાહ જોઇને બેઠેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ ફલાઇટ શરૃ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદથી વાયા મુંબઇ અને દિલ્હીની નેઇરોબીની ફલાઇટ હજુ આગામી જુલાઇ મહિના સુધી બંધ રહેશે.

આ ફ્લાઇટ(Flight cancelled) બંધ રહેશે :

  • ૨૯ જૂન સુધીઃ કુવૈત-અમદાવાદ-મુંબઇ.
  • ૩૦ જૂન સુધી : લંડન-અમદાવાદ-લંડન, મુંબઇ-અમદાવાદ-મસ્કત, અમદાવાદ-દુબઇ, કુવૈત-અમદાવાદ-મુંબઇ, નાસિક-અમદાવાદ-કંડલા, કંડલા-અમદાવાદ-નાસિક, નાસિક-અમદાવાદ-નાસિક.
  • ૨૧ જુલાઇ સુધી : દિલ્હી-અમદાવાદ-નૈરોબી, મુંબઇ-અમદાવાદ-નૈરોબી.  

આ પણ વાંચોઃ સરકારી ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક થાય તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી(Manish doshi)એ સરકારે પાસે માંગ્યા જવાબ