pregnant women

Getting pregnant in these 3 months is the most dangerous: આ 3 મહિનામાં પ્રેગનન્ટ થવુ સૌથી ખતરનાક, મહિલાઓ ખાસ જાણી લો

Getting pregnant in these 3 months is the most dangerous: જલ્દી જાણી લો તમે પણ આ 3 મહિનાઓમાં પ્રેગનન્ટ થવુ એ સૌથી ખતરનાક છે. ખાસ આ આર્ટિકલ વાંચીને જાણી લો તમે પણ અનેક વિગતો.

હેલ્થ ડેસ્ક, 09 જુલાઈ: Getting pregnant in these 3 months is the most dangerous: સ્ટડીમાં એક વાત સામે આવી છે કે ગરમીના દિવસો દરમિયાન પ્રેગનન્ટ મહિલાઓમાં મિસકેરેજ થવાના ચાન્સિસ વધી જાય છે. એક અહેવાલ અનુસાર એક ટીમે આઠ વર્ષની સ્ટડી અનુસાર 6 હજાર મહિલાઓની પ્રેગનન્સીને ટ્રેક કરી. સ્ટડી દરમિયાન મિસકેરેજ જૂન, જુલાઇ અને ઓગસ્ટના મહિનામાં સૌથી વધુ થાય છે. આ સાથે જ ઓગસ્ટ મહિનામાં મિસકેરેજ રેટ ફેબ્રુઆરી મહિના કરતા 44 ટકા વધારે જોવા મળ્યો હતો.

ગર્ભવતી મહિલાઓમાં મિસકેરેજ વધુ પ્રમાણમાં પ્રેગનન્સીના 8 મહિના પૂરા થાય એ પહેલા જોવા મળ્યુ હતું. આ દરમિયાન ભ્રુણની સાઇઝ પણ વધારે જોવા મળી હતી. આ વિશે વિશેષજ્ઞોનું માનવું છે કે મિસકેરેજનું મુખ્ય કારણ ગરમીના દિવસો દરમિયાન વધુ પ્રમાણમાં હિટ અને લાઇફસ્ટાઇલ હોઇ શકે છે. પરંતુ એમને એ પણ જણાવ્યું કે આ વિશે હજુ પણ કેટલીક સ્ટડી કરવી ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે મિસકેરેજ થવાનો સૌથી મોટો ખતરો ગરમીના દિવસોમાં રહે છે.

આ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યુ છે કે ગરમીના દિવસોમાં પ્રેગનન્સી સમયે અનેક તકલીફો પડે છે જેના કારણે પણ મિસકેરેજ થવાનું જોખમ વધી જાય છે. આ બધાની વચ્ચે પ્રિમેચ્યોર ડિલિવરી થવી, જન્મ સમયે બાળકનું વજન ઓછુ હોવું અને ખાસ કરીને ગર્ભમાં બાળકનું મૃત્યુ થવું. આ રિસર્ચ એ મહિલાઓ પર કરવામાં આવ્યુ જે મહિલાઓ પ્રેગનન્સી પ્લાનિંગ કરી રહી હતી. આ મહિલાઓને એમની ડિલિવરી સુધી અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યુ હતુ.

આ સાથે જ રિસર્ચમાં એ વાત જાણવા મળી કે પ્રેગનન્સીના કોઇ પણ અઠવાડિયા દરમિયાન મિસકેરેજનો ખતરો ફેબ્રુઆરીના અંતની તુલનામાં ઓગસ્ટના અંત કરતા 31 ટકા વધારે હતી. એક્સપર્ટના જણાવ્યા અનુસાર એ મહિલાઓમાં મિસકેરેજનો ખતરો વધારે હતો જે મહિલાઓ વધુ પ્રમાણમાં ગરમીની જગ્યામાં રહેતી હતી.

એમના જણાવ્યા અનુસાર(Getting pregnant in these 3 months is the most dangerous) ગરમીને કારણે પાણીની ઉણપને કારણે આ તકલીફ વધુ પ્રમાણમાં થાય એવું અનુમાન લગાવવામાં આવ્યુ છે. આમ, કહેવાય છે કે વાતાવરણની અસર પણ પ્રેગનન્સી પર થાય છે. આમ, મિસકેરેજને રોકી શકાતુ નથી પરંતુ સ્મોકિંગ, દારુ જેવી નશીલી દવાઓના સેવનથી દૂર રહેવું જોઇએ.

આ પણ વાંચો..Gujarat rain latest update: રાજ્યમાં એન ડી આર એફ ની 13 ટીમ અને એસડીઆરએફની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી

Gujarati banner 01