Edible oil image

Good news edible oil: તહેવારોમાં ખાદ્ય તેલના ભાવ ઘટાડવા સરકારે લીધું આ પગલું ; જાણો વિગત

Good news edible oil: તેલ પર કૃષિ ઉપકરને કાચા પામ તેલ માટે 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને કાચા સોયાબીન તેલ અને કાચા સૂરજમૂખી તેલ માટે ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ, ૦૬ નવેમ્બર: Good news edible oil: ખાદ્ય તેલના ભાવમાં છેલ્લાં એક વર્ષથી સતત વૃદ્ધિ થઈ રહી હતી.  તેથી તેલના ભાવને નિયંત્રણમાં લાવવા માટે કાચા પામ તેલ, કાચા સોયાબીનના તેલ અને કાચા સૂરજમુખીના તેલ પર બેસિક ડયૂટીને 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી નાખવામાં આવી છે. કાચા તેલ પર કરવેરાને ઘટાડવાથી તહેવારોમાં જ તેલના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત થઈ છે.

 Good news edible oil: આ તેલ પર કૃષિ ઉપકરને કાચા પામ તેલ માટે 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને કાચા સોયાબીન તેલ અને કાચા સૂરજમૂખી તેલ માટે ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યા છે. આરબીડી પામોલિન તેલ, રિફાઈન્ડ સોસયાબીન અને રિફાઈન્ડ સૂરજુખેના તેલ પર બેસિક ડયૂટીને 32.5 ટકાથી ઘટાડીને 17.5 ટકા કરી દેવામાં આવી છે. ટેકસમાં ઘટાડા પહેલા કાચા તેલ પર એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસલ્ટ્રકચરલ સેસ 20 ટકા હતો. ઘટાડા બાદ કાચા પામ તેલ પર 8.25 ટકા કરી નાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો…Happy new year: “મુઝે ચલના હોગા”

Good news edible oil: એનસીડીએક્સ પર સરસવા તેલ પરના વાયદાના સોદાને પણ સસ્પેન્ડ કરી નાખ્યા છે અને સ્ટોકની સીમા લાગૂ કરી દીધી છે. સરકારના આ પગલાને કારણે અનેક કંપનીઓના તેલના ભાવમાં પ્રતિ લિટરે ચારથી સાત રૂપિયાનો ઘટાડો થયો છે. જેમાં ખાસ કરીને અડાણી વિલમર અન રૂચી ઈન્ડસ્ટ્રી સહિતની મુખ્ય કંપનીમાં ચારથી સાતનો ઘટાડો થયો છે.

તો જે કંપનીઓના ખાદ્ય તેલની કિંમત ઓછી છે. જેમાં જેમિની એડિબલ્સ એન્ડ ફૈટ્સ ઈન્ડિયા, મોદી નેચરલ, દિલ્લી, ગોકુલ રીફાયલ્સ એન્ટ સોલ્વેંટ, વિજય સોલ્વેક્સ, ગોકુલ એગ્રો  રિસોર્સેજ અને એન.કે. પ્રોટીન્સ મુખ્ય કંપનીઓ છે.

Whatsapp Join Banner Guj