Shaktikanta das: RBI ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાયો, 2018માં થઇ હતા નિયુક્ત- વાંચો તેમણે કરેલા કાર્યો વિશે

Shaktikanta das: કેબિનેટ નિયુક્તિ સમિતિએ શક્તિકાંત દાસને આગામી ત્રણ વર્ષની અવધિ માટે ફરીથી આરબીઆઈના ગવર્નર બની રહેવા પર મોહર લગાવી દીધી

નવી દિલ્હી, 29 ઓક્ટોબરઃShaktikanta das: ભારતીય રિઝર્વ બેન્કે ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારી દીધો છે. 10 ડિસેમ્બર 2021એ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો, પરંતુ કેબિનેટ નિયુક્તિ સમિતિએ શક્તિકાંત દાસને આગામી ત્રણ વર્ષની અવધિ માટે ફરીથી આરબીઆઈના ગવર્નર બની રહેવા પર મોહર લગાવી દીધી છે, 10 ડિસેમ્બરે તેઓ 26મા ગવર્નર નિયુક્ત થશે.

2018માં 25મા આરબીઆઈ ગવર્નર તરીકે થયા હતા નિયુક્ત

શક્તિકાંત દાસે 10 ડિસેમ્બર 2018એ રિઝર્વ બેન્કના ગવર્નરનો પદભાર સંભાળ્યો હતો. તેઓ આરબીઆઈના 25મા ગવર્નર બન્યા. શક્તિકાંત દાસ(Shaktikanta das) પૂર્વ નાણા સચિવ અને નાણા પંચના સદસ્ય પણ રહી ચૂક્યા છે. 2018માં તેઓએ ઉર્જિત પટેલની જગ્યા લીધી હતી. ઉર્જિત પટેલ સપ્ટેમ્બર 2016માં RBIના 24મા ગવર્નર નિયુક્ત થયા હતા પરંતુ પોતાનો કાર્યકાળ પૂરો થયા પહેલા જ અંગત કારણોનો હવાલો આપતા અચાનક આરબીઆઈ ગવર્નર પદેશી રાજીનામુ આપ્યુ હતુ.

આ પણ વાંચોઃ Heavy buying in market: કોરોના બાદ પહેલી વખત વિવિધ બજારોની રોનક પાછી ફરી, ગુરૂપુષ્ય યોગના દિવસે સોના-ચાંદી બજારમાં થઇ ભારે ખરીદી

કેટલીક મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે શક્તિકાંત દાસ

26 ફેબ્રુઆરી 1957એ જન્મેલા શક્તિકાંત દાસ ઈતિહાસ વિષયમાં એમ.એ પાસ આઉટ છે અને તમિલનાડુ કેડરના IAS અધિકારી છે. તેઓ નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ ઈકોનૉમિક્સ અફેયર્સમાં જોઈન્ટ સેક્રેટરી બજેટ, તમિલનાડુ સરકારના આવક વિભાગમાં કમિશ્નર અને સ્પેશ્યલ કમિશ્નર, તમિલનાડુના ઈન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી અને અન્ય વિભિન્ન પદ પર રહી ચૂક્યા છે.

શક્તિકાંત દાસે નોટબંધી દરમિયાન સરકારનો કર્યો બચાવ

નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત સમયે શક્તિકાંત દાસ આર્થિક મામલાના સચિવ હતા. દાસે નોટબંધી દરમિયાન સરકારનો બચાવ કર્યો. નાણા મંત્રાલયમાં તેઓ પહેલીવાર 2008માં સંયુક્ત સચિવ બન્યા જ્યારે પી ચિદમ્બરમ નાણા મંત્રી હતા. શક્તિકાંત દાસે ડિસેમ્બર 2013માં રસાયણ અને ખાતર મંત્રાલયમાં સચિવ બનાવવામાં આવ્યા પરંતુ મે 2014માં કેન્દ્રમાં ભાજપ સરકાર બન્યા બાદ તેમને પાછા નાણા મંત્રાલયમાં આવક સચિવ બનાવી દેવાયા. શક્તિકાંત દાસે જીએસટીને લાગુ કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી.

Whatsapp Join Banner Guj