google bringing new features

google bringing new features: ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

google bringing new features: ગૂગલે અગાઉ એક ટ્વિટમાં કહ્યું હતું કે, “ગૂગલ ફોટોઝમાં લોક્ડ ફોલ્ડર સાથે તમે પાસકોડ સુરક્ષિત સ્થાન પર ફોટા ઉમેરી શકો છો અને જ્યારે તમે તમારા ફોન પર ફોટા અથવા અન્ય એપ્લિકેશન્સ દ્વારા સ્ક્રોલ કરો ત્યારે તે દૃશ્યક્ષમ રહેશે નહીં.

કામની વાત, 25 સપ્ટેમ્બરઃ google bringing new features: ગૂગલે જાહેરાત કરી છે કે, લોક્ડ ફોલ્ડર ઇન ફોટોસ ફીચર ટૂંક સમયમાં જ તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર ઉપલબ્ધ થશે. એક અહેવાલ મુજબ આ સુવિધા જૂન માસ દરમિયાન નવા પિક્સેલ ફોન્સ પર વિશેષ રૂપથી આપવામાં આવ્યા હતા. ગૂગલે હજુ સુધી જાહેર કર્યુ નથી કે, આ ફીચર બીજા બધા સ્માર્ટફોનમાં ક્યારે લાવવામાં આવશે ?

લોક્ડ ફોલ્ડર ઇન ફોટોસ ફીચર ટૂંક સમયમાં જ એન્ડ્રોઇડ 6.0 અને તેનાથી ઉપરના વર્ઝન માટે ઉપલબ્ધ થશે. એકવાર તે લાઇવ થઈ જાય ત્યારબાદ ગૂગલ(google bringing new features) ફોટોઝ તરફથી નોટિફિકેશન આવ્યા બાદ જ આ ફોલ્ડર સેટ કરી શકશે. ગૂગલ ફોટોઝ લોક્ડ ફોલ્ડર એપ્લીકેશનની મુખ્ય ગ્રીડ, સર્ચ અને તમારા ડિવાઇસના ફોટાને એક્સેસ કરતી એપ્લિકેશન્સમાંથી પસંદ કરેલા ફોટા/વીડિયો છુપાવે છે

આ પણ વાંચોઃ Mallika sherawat casting couch experience: કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે મલ્લિકા શેરાવત, કહી આ મોટી વાત

આ ફોટોસનુ બેકઅપ લેવામા આવશે નહીં અને તેમને એક્સેસ કરવા માટે ડિવાઇસ સ્ક્રીન લોકની જરૂર પડશે. યુઝર્સ સુરક્ષિત સ્થાનની અંદર હોય તો પણ તેમને સ્ક્રીનશોટ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગૂગલે અગાઉ એક ટ્વિટમાં કહ્યું હતું કે, “ગૂગલ ફોટોઝમાં લોક્ડ ફોલ્ડર સાથે તમે પાસકોડ સુરક્ષિત સ્થાન પર ફોટા ઉમેરી શકો છો અને જ્યારે તમે તમારા ફોન પર ફોટા અથવા અન્ય એપ્લિકેશન્સ દ્વારા સ્ક્રોલ કરો ત્યારે તે દૃશ્યક્ષમ રહેશે નહીં.”

લોક્ડ ફોલ્ડર ઇન ફોટોસ સૌથી પહેલા ગૂગલ પિક્સેલ અને અન્ય એન્ડ્રોઇડ ડિવાઇસ પર આવનાર સમયમાં લોન્ચ થઇ રહ્યું છે. તમે ગૂગલ ફોટોઝ એપમાં લાઇબ્રેરી – યુટિલિટીઝ – લોક્ડ ફોલ્ડરમાં જઈને લોક્ડ કરેલું ફોલ્ડર સેટ કરી શકો છો. તો જોઈએ ગૂગલનું આ નવું ફીચર કેટલું સક્સેસફુલ સાબિત થશે?

Whatsapp Join Banner Guj