Gujarat police 600x337 1

Gujarat Police recruitment: ગુજરાત પોલીસમાં 10 હજારથી વધુ જગ્યાઓ પર નિકળી સીધી ભરતી, આ તારીખ સુધીમાં કરી શકો છો અરજી

Gujarat Police recruitment: ગુજરાત પોલીસ દળમાં વર્ગ-3ની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે

અમદાવાદ, 23 ઓક્ટોબરઃ Gujarat Police recruitment: રાજ્યના યુવાનો છેલ્લા કેટલાક સમયથી એલઆરડી (લોક રક્ષક દળ)ની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તેમના માટે એક સારા સમાચાર છે. ગુજરાત પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલની કુલ 10,459 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. ગુજરાત પોલીસ દળમાં વર્ગ-3ની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. લોક રક્ષક ભરતી બોર્ડે સત્તાવાર નોટિફિકેશ બહાર પાડી આ અંગે માહિતી આપી છે.

લોક રક્ષક ભરતી(Gujarat Police recruitment) બોર્ડે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી ઇચ્છુક અને લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો 23 ઓક્ટોબર 2021થી 9 નવેમ્બર 2021 સુધી અરજી કરી શકશે. ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ધોરણ 12 પાસ- હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના 15/05/2012ના ઠરાવ નં રવભ-102011 યુ.ઓ.190,કમાં જણાવ્યા મુજબ ધોરણ-12 સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.

વય મર્યાદા

ઇચ્છુક અને લાયક ઉમેદવારની લઘુત્તમ ઉંમર-18 વર્ષ હોવી જોઇએ, જ્યારે મહત્તમ ઉંમર 34 વર્ષ હોવી જોઇએ. અનામત વર્ગને જોગવાઇ મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Vaccine for 2-3 year old: અદાર પુનાવાલાએ કહ્યું- કંપની બાળકો માટેની વેક્સિનની તૈયારી ચાલુ છે અને ફેબ્રુઆરી 2022 સુધીમાં મંજૂરી મળવાની શક્યતા

પરીક્ષા પદ્ધતિ

ઇચ્છુક અને લાયક ઉમેદવારને સૌ પ્રથમ શારીરિક ક્ષમતા કસોટીમાં ઉત્તીર્ણ થવું પડશે. શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક મામપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. વધુ માહિતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ વિઝિટ કરી શકે છે.

PSIના ઉમેદવારોએ LRD માટે અલગથી ફોર્મ ભરવાના રહેશે

લોકલક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, “જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે. શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે”

Whatsapp Join Banner Guj