ICSE ISC Result 2021 students

ICSE-ISC Result 2021 : સીઆઈએસસીઇએ જાહેર કર્યા ધો-10 અને ધો 12ના રિઝલ્ટ, આવી રીતે મળશે માર્કશીટ- વાંચો સંપૂર્ણ વિગત

ICSE-ISC Result 2021: કોરોના મહામારીના કારણે આ વર્ષે ICSE અને ISCની પરીક્ષા યોજાઇ ન હતી. જેથી ICSE અને ISCનું પરિણામ ઇવેલ્યુએેશન પોલિસીના આધારે તૈયાર કરવામાં આવ્યું છે

કામની વાત, 24 જુલાઇઃ ICSE-ISC Result 2021: કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશને (CISCE)આઈસીએસઈ (ધોરણ-10) અને ISC (ધોરણ-12)ના રિઝલ્ટ(ICSE-ISC Result 2021) જાહેર કરી દીધા છે. 10માં (ICSE result 2021) અને 12માં (ISC result 2021)ધોરણના પરિણામ કાઉન્સિલની આધિકારિક વેબસાઇટ cisce.org અને results.cisce.org પર જોવા મળશે. આ સાથે 10 અને 12ના પરિણામ SMSથી મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ Raj kundra case: 6 કલાકની પૂછપરછમાં શિલ્પાએ કહ્યું, ‘મારો પતિ નિર્દોષ છે, હોટશોટ એપ શું છે એ મને ખબર નથી’- વાંચો વધુમાં શું કહ્યું એક્ટ્રેસે?

ICSE પરીક્ષામાં આ વર્ષે પાસ થવાની ટકાવારી 99.98 છે. જ્યારે ISCની ટકાવારી 99.76 છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે ICSE અને ISCની પરીક્ષા યોજાઇ ન હતી. જેથી ICSE અને ISCનું પરિણામ ઇવેલ્યુએેશન પોલિસીના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. એસએમએસ દ્વારા પોતાનું પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો યૂનિક આઈડી 09248082883 નંબર પર મોકલવાનો રહેશે.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતની મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં આજે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો..!

ICSE/ISC (યૂનિક આઈડી) લખો અને ઉપર આપેલા નંબર પર મોકલી દો. સીબીએસઈ તરફથી CISCE ની માર્કશીટ અને પાસ સર્ટિફિકેશન DigiLockerદ્વારા મળશે. આ વખતે પરીક્ષા ના હોવાના કારણે વિદ્યાર્થીઓ આન્સર શીટની રિચેકિંગ તો કરાવી શકશે નહીં પણ મૂલ્યાંકન પ્રક્રિયાથી અસંતુષ્ઠ વિદ્યાર્થીઓની આપત્તિ પર વિચાર કરવા માટે કાઉન્સિલ બનાવી છે.

આ પણ વાંચોઃ Smart Face Mask: આ કંપની લાવી રહી છે સ્માર્ટ ફેસ માસ્ક, જેમાં છે માઈક અને સ્પીકર- વાંચો ખાસ ફીચર્સ વિશે…

આ માટે વિદ્યાર્થીઓએ પોતાના સ્કૂલને એક અરજી આપવી પડશે. જેમાં આપત્તિને સ્પષ્ટ રીતે બતાવવી પડશે. જે પછી સ્કૂલ તેની ઉપર વિચાર કરશે અને વિદ્યાર્થીના કારણથી સંતુષ્ટ થયા પછી સીઆઈએસસીઇ પાસે મોકલશે. આ માટે કાઉન્સિલે સ્કૂલોને 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.

Whatsapp Join Banner Guj