shilpa shetty raj kundra

Raj kundra case: 6 કલાકની પૂછપરછમાં શિલ્પાએ કહ્યું, ‘મારો પતિ નિર્દોષ છે, હોટશોટ એપ શું છે એ મને ખબર નથી’- વાંચો વધુમાં શું કહ્યું એક્ટ્રેસે?

Raj kundra case: એક્ટ્રેસે કહ્યું હતું, મેં ગયા વર્ષે જ વિઆન કંપની છોડી દીધી હતી. હોટશોટ એપ શું છે અને એ કેવી રીતે કામ કરે છે એ ખબર નથી. મને એટલી ખબર છે કે મારા પતિની કંપની વેબસિરીઝ અને શોર્ટ ફિલ્મો બનાવે છે.

બોલિવુડ ડેસ્ક, 24 જુલાઇઃ Raj kundra case: રાજ કુંદ્રાની અશ્લીલ એપની તપાસ તેની પત્ની અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સુધી પહોંચી ગઈ છે. શુક્રવારે મોડી સાંજે મુંબઈ પોલીસની પ્રોપર્ટી સેલની ટીમે એક્ટ્રેસની 6 કલાક સુધી પૂછપરછ કરી. નવી જાણકારી પ્રમાણે, પોર્નોગ્રાફી કેસમાં હવે ED(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) પણ તપાસ કરશે. EDએ મુંબઈ પોલીસ પાસેથી કુંદ્રા વિરુદ્ધની ફાઈલ FIR અને અન્ય મહત્ત્વના દસ્તાવેજ માગ્યાં છે.

શિલ્પાની પૂછપરછમાં ઘણાબધા નવા(Raj kundra case) ખુલાસા થયા છે. પોલીસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક્ટ્રેસે કહ્યું હતું, મેં ગયા વર્ષે જ વિઆન કંપની છોડી દીધી હતી. હોટશોટ એપ શું છે અને એ કેવી રીતે કામ કરે છે એ ખબર નથી. મને એટલી ખબર છે કે મારા પતિની કંપની વેબસિરીઝ અને શોર્ટ ફિલ્મો બનાવે છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતની મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં આજે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો..!

એક્ટ્રેસે પોલીસ(Raj kundra case)ને કહ્યું હતું, ઈરોટિકા, પોર્નથી અલગ છે અને મારો પતિ નિર્દોષ છે. મારા પાર્ટનર અને બનેવીના નામનો ખોટો ઉપયોગ કર્યો છે. અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના પ્રશ્ન પર શિલ્પાએ કહ્યું, મને કોઈ આઈડિયા નથી. હું પોતે પણ એક એક્ટ્રેસ છું અને હું ક્યારેય કોઈ છોકરી પર ન્યૂડ સીન કરવા દબાણ ના કરી શકું અને બીજાને પણ દબાણ નહીં કરવા દઉં. જો કોઈએ દબાણ કર્યું હોય તો એ જ સમયે પોલીસને ફરિયાદ નોંધાવી જોઈતી હતી.

પોલીસે શિલ્પાને પૂછ્યું, જો છોકરીઓને તે કામથી પ્રોબ્લેમ હતો તો તેમણે રૂપિયા કેમ લીધા? શિલ્પાએ કહ્યું, અમને કોઈ કારણ વગર ફસાવવામાં આવી રહ્યાં છે. મારા પતિને ખોટા કેસમાં ફસાવ્યો છે.

આ પણ વાંચોઃ afghanistan terror attack: તાલિબાની આતંકવાદીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, ૧૦૦ કરતાં વધુ નાગરિકોનાં મોત- વાંચો સંપૂર્ણ વિગત

શુક્રવારે પડેલા દરોડા દરમિયાન મુંબઈ પોલીસે એક્ટ્રેસના ઘરેથી અમુક હાર્ડડિસ્ક, શિલ્પાનું લેપટોપ, આઈપેડ અને અમુક દસ્તાવેજ જપ્ત કર્યાં છે. એટલું જ નહીં, મુંબઈ પોલીસની ટીમ શિલ્પાના ફોનનું ક્લોનિંગ કરાવવાની છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં આ કેસમાં નામ આવ્યા પછી કુંદ્રાએ પુરાવા નષ્ટ કરવા માટે ઘણોબધો ડેટા પોતાના ફોન, લેપટોપમાંથી ડિલિટ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તપાસ દરમિયાન ખબર પડી છે કે શિલ્પાના અકાઉન્ટમાં આફ્રિકા અને લંડનથી એક મોટી રકમ ટ્રાન્સફર થઈ છે. આ વાતની જાણકારી ઇન્કમ ટેક્સ વિભાગથી છુપાવવામાં આવી હતી. ક્રિકેટ સટ્ટાબાજીમાં સામેલ હોવાના પુરાવા પણ મળ્યા હતા. શિલ્પાના અકાઉન્ટમાં આવા જ ઘણાબધા રૂપિયા ટ્રાન્સફર થયા હતા. ઘણીવાર ક્રિકેટ બેટિંગ દરમિયાન એક્ટ્રેસના બેંક અકાઉન્ટનો ઉપયોગ થતો હતો. મુંબઈ પોલીસને લાગે છે કે રાજ કુંદ્રાના સમગ્ર બિઝનેસ અને અન્ય પણ બીજી જાણકારી વિશે શિલ્પાને ખબર છે, પરંતુ તે પોતાના પતિને બચાવવા આરોપોનો સ્વીકાર કરતી નથી.

આ પણ વાંચોઃ xi jinping:ચીની પ્રમુખ જિનપિંગ અચાનક અરૂણાચલની સરહદે પહોંચ્યા, ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીની પ્રમુખ ભારતની મુલાકાતે- વાંચો વિગતે

Whatsapp Join Banner Guj