Income tax online file

Information for save tax: જો તમે હજી સુધી ટેક્સ બચાવવા માટે ક્યાંય રોકાણ નથી કર્યું તો આ કામ વહેલી તકે પતાવી લો.

Information for save tax: આ રીતે સરળ ભાષામાં સમજો, તમે કલમ 80C દ્વારા તમારી કુલ કરપાત્ર આવકમાંથી રૂ. 1.50 લાખ સુધી ઓછા કરી શકો છો.

અમદાવાદ, 20 માર્ચ: Information for save tax: નાણાકીય વર્ષ 2021-22 પૂરું થવામાં હવે 2 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં જો તમે હજી સુધી ટેક્સ બચાવવા માટે ક્યાંય રોકાણ નથી કર્યું તો આ કામ વહેલી તકે પતાવી લો. ઈન્કમ ટેક્સની સેક્શન 80C અંતર્ગત 1.50 લાખ રૂપિયા પર ટેક્સ બચાવી શકાય છે.

ઘણા લોકો નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલા ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું શરૂ કરે છે. સેક્શન 80C અંતર્ગત, તમારી કુલ આવકમાંથી 1.5 લાખ રૂપિયા કપાતનો દાવો કરી શકાય છે. તેને આ રીતે સરળ ભાષામાં સમજો, તમે કલમ 80C દ્વારા તમારી કુલ કરપાત્ર આવકમાંથી રૂ. 1.50 લાખ સુધી ઓછા કરી શકો છો.

ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ(Information for save tax)
ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ એટલે કે ELSS ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ છે. વાર્ષિક 1 લાખ સુધી રિટર્ન ટેક્સ-ફ્રી છે અને લોક-ઈન પિરિઅડ પણ સૌથી ઓછો 3 વર્ષનો છે. અન્ય સ્કિમ્સની તુલનામાં તેનો લોક-ઈન પિરિઅડ ઘણો ઓછો છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અકાઉન્ટમાં જમા રકમ પર અત્યારે 7.1% વ્યાજ મળી રહ્યું છે. PPF છૂટ EEE કેટેગરીના અંતર્ગત આવે છે. તેનો અર્થ એ થયો કે રિટર્ન, મેચ્યોરિટી રકમ અને વ્યાજમાંથી ઈન્કમ પર આવકવેરા છૂટ મળે છે. આ અકાઉન્ટ 15 વર્ષ માટે ખોલવામાં આવે છે, જેને આગળ 5 વર્ષ માટે વધારી શકાય છે. PPFમાં મિનિમમ 500 રૂપિયાથી અકાઉન્ટ ખોલાવી શકાય છે. આ સ્કિમ અંતર્ગત તમે એક વર્ષમાં અકાઉન્ટમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના
તેના અંતર્ગત અકાઉન્ટ કોઈ બાળકીના જન્મ લીધા પછી 10 વર્ષની ઉંમર પહેલા ખોલાવી શકાય છે. તમે માત્ર 250 રૂપિયામાં અકાઉન્ટ ખોલાવી શકો છો. તેમાં વાર્ષિક 7.6%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધારે છે. ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ અકાઉન્ટ કોઈ પોસ્ટ ઓફિસ અથવા બેંકની અધિકૃત શાખામાં ખોલાવી શકાય છે.

Information for save tax

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કિમ
Information for save tax: આ યોજનામાં વાર્ષિક 7.4% વ્યાજ મળી રહ્યું છે. 60 વર્ષ અથવા તેનાથી વધુની આવક પછી અકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમજ VRS લેનાર વ્યક્તિ જે 55થી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી ઉંમર છે તો તેઓ પણ આ અકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કિમ અંતર્ગત 5 વર્ષ માટે પૈસા રોકાણ કરી શકાય છે. મેચ્યોરિટી પછી આ સ્કિમને 3 વર્ષ માટે વધારી શકાય છે. આ યોજના અંતર્ગત તમે મહત્તમ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSC) રોકાણ પર 6.8% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. NSC અકાઉન્ટ ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછામાં 1000 રૂપિયા રોકાણ કરવું પડશે. તમે NSCમાં ગમે તેટલી રકમ રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.

ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ
Information for save tax: યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન (યુલિપ), લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી અને માર્કેટ લિંક ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટનું કોમ્બિનેશન છે. તેના અંતર્ગત પ્રીમિયમનો એક ભાગ ઈક્વિટી અથવા ડેટ ફંડમાં રોકાણ કરવામાં આવે છે. તેનાથી તમારા પરિવારને તમારી હયાતીમાં અથવા ન રહેવા પર નાણાકીય સુરક્ષા મળે છે. યુલિપ અને પારંપરિક વીમા યોજનાઓના પ્રીમિયમ પર ટેક્સ છૂટ મળે છે, પરંતુ ધ્યાન રાખવું કે યુલિપ પ્રીમિયમની રકમ 2.5 લાખથી ઉપર જવા પર ટેક્સ છૂટ નથી મળતો.

નેશનલ પેન્શન સ્કિમ
નેશનલ પેન્શન સ્કિમ (NPS) સરકારની તરફથી ચલાવવામાં આવતી રિટાયરમેન્ટ સેવિંગ પ્લાન છે. કલમ 80C અંતર્ગત તેમાં વાર્ષિક 1.5 લાખ અને કલમ 80CCD (1B) અંતર્ગત વધારાના 50 હજાર રૂપિયાનું રોકાણ કરી શકાય છે. નેશનલ પેન્શન સ્કિમ અકાઉન્ટ તમે કોઈપણ સરકારી અને પ્રાઈવેટ બેંકમાં ખોલાવી શકો છો. આ સ્કિમમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્રના કર્મચારી અને સામાન્ય નાગરિક પણ રોકાણ કરી શકે છે.

ટેક્સ સેવિંગ્સ ફિક્સ્ડ ડિપોઝિટ(Information for save tax)
5 વર્ષની FDને ટેક્સ સેવિંગ FD કહેવામાં આવે છે. તેના દ્વારા ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે, પરંતુ આ એટલો સારો વિકલ્પ નથી કેમ કે તેમાં વાર્ષિક 5% કરતાં પણ ઓછું રિટર્ન મળશે અને 5 વર્ષનો લોક-ઈન પિરિઅડ પણ છે.

આ પણ વાંચો..India weather update: આજથી દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થવાનું હવામાન વિભાગે આપ્યા સંકેત

Gujarati banner 01