ITI surat 600x337 1

ITI Free training: ભીમરાડની મહિલા આઈ.ટી.આઈ.માં વ્યવસાયલક્ષી કોર્ષમાં વિનામુલ્યે તાલીમ

ITI Free training: મહિલા ઉમેદવારો તા.૨૦ જુલાઈ સુધીમાં અરજી કરી શકશે

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૧૧ જુલાઈ:
ITI Free training: રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે રોજગાર અને તાલીમ હેઠળની સુરતના ભીમરાડ ખાતે મહિલા ઔદ્યોગિક તાલીમસંસ્થામાં મહિલાઓ માટે વ્યવસાયલક્ષી કોર્ષમાં વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. જેમાં વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષ તેમજ તેની લાયકાત આ મુજબ છે.

ITI Free training: કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ઇન્ટીરિયર ડેકોરેશન એન્ડ ડિઝાઇન, ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, હેલ્થ સેનેટરી ઇંસ્પેક્ટર, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) આ તમામ કોર્ષની પ્રથમ રાઉન્ડની પ્રવેશપ્રક્રિયા હાલ શરૂ છે. કોર્ષનો સમય ગાળો ૧ વર્ષ અને પ્રવેશ માટેની લાયકાત ૧૦ પાસ છે. આ ઉપરાંત ઇન્ફર્મેશન & કોમ્યુનિકેશન ટેક્નોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ કોર્ષનો સમયગાળો બે વર્ષ છે, જેની પ્રવેશ લાયકાત ૧૦ પાસ છે.

Whatsapp Join Banner Guj


પ્રવેશ મેળવવા ઇચ્છુક મહિલા ઉમેદવારો સંસ્થા ખાતેથી અથવા https://itiadmission.gujarat.gov.in ઉપર ઓનલાઈન પ્રવેશફોર્મ ભરીને જરૂરી પ્રમાણપત્રો સાથે રૂ.૫૦/- રજિસ્ટ્રેશન ફી ભરી નજીકની કોઇપણ આઇ.ટી.આઇ. માં જમા કરવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦ જુલાઈ ૨૦૨૧ છે એમ આઈ.ટી.આઈ., ભીમરાડના આચાર્યની યાદીમાં જણાવાયુ છે.

આ પણ વાંચો…Surat exam center: S.S.C./H.S.C પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ