Karya

Karya: એક ભારતીય AI ડેટા સ્ટાર્ટઅપ, જે ભારતના વંચિત સમુદાયોને રોજગારીની તકો પૂરી પાડે છે…

Karya: ‘કાર્ય’ની મદદથી ડેટા વર્કરો સામાન્ય નોકરીની સરખામણીએ કલાક દીઠ કરે છે વધુ સારી કમાણી

અમદાવાદ, 03 ઓગસ્ટઃ Karya: બિલી પેરીગો દ્વારા ‘ધ વર્કર્સ બિહાઇન્ડ AI રેરલી સી ઇટ્સ રિવોર્ડ્સ, ધીસ ઈન્ડિયન સ્ટાર્ટઅપ વોન્ટ્સ ટુ ફિક્સ ધેટ’ (AI માટે કામ કરતા કામદારો ભાગ્યે જ તેના ફાયદાઓ જોતા હોય છે, આ ભારતીય સ્ટાર્ટઅપ આ બાબતને ઠીક કરવા માંગે છે) ના શીર્ષક સાથે લખાયેલો આર્ટિકલ ટાઇમ્સ મેગેઝિનમાં છપાયો હતો.

આ આર્ટિકલમાં ભારતના ડેટા વર્કર્સના જીવન પર સંશોધન કરવામાં આવ્યું છે, અને તે ‘કાર્ય’ નામના ભારતીય સ્ટાર્ટઅપ વિશે વાત કરે છે. કાર્ય એ એક ભારતીય AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ડેટા સ્ટાર્ટઅપ છે, જે તેમના ગ્રાહકો માટે ડેટા કેપ્ચર કરે છે, તેને લેબલ કરે છે, અને તેના માટે ટુંકી સમજૂતી અથવા અભિપ્રાય પણ આપે છે.

ઉપરાંત, આ સ્ટાર્ટઅપ ગ્રામીણ ભારતીયોને આર્થિક તકો પૂરી પાડે છે કારણ કે વર્કરો AI સિસ્ટમને ટ્રેઇન કરવા માટે તેમની મૂળ ભાષા, જેમકે કન્નડમાં વોઇસ રેકોર્ડિંગ્સ માટે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.

‘કાર્ય’ દ્વારા ડેટા વર્કરો તેમની સામાન્ય નોકરીઓની સરખામણીએ કલાક દીઠ વધુ સારી કમાણી કરી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ છેવાડાની ભાષાઓ માટે પણ સંભવિત લાભો પ્રદાન કરે છે, જે તેમને AI એડવાન્સમેન્ટ્સના એક્સેસની મંજૂરી આપે છે. તેઓ સામાજિક અસરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો હેતુ ભારતના વંચિત સમુદાયોને પ્રત્યક્ષ લાભો પ્રદાન કરવા ઉપરાંત, AI ઇન્ડસ્ટ્રીમાં પૂર્વગ્રહો અને નૈતિકતાના મુદ્દાઓને હલ કરવાનો છે.

અલાહલ્લી અને ચિલુકાવાડી નજીકના ગામોમાં ચંદ્રિકા નામની એક 30 વર્ષીય મહિલાના બેંક ખાતામાં ફક્ત રૂ.184 હતા. જોકે, એપ્રિલ મહિનાના અંતમાં લગભગ ઘણા દિવસો સુધી લગભગ 6 કલાક સમર્પિત રીતે કામ કરીને તેણે સફળતાપૂર્વક રૂ.2570ની કમાણી કરી. આ રકમ એક અંતરિયાળ શાળામાં શિક્ષિકા તરીકેની તેની નોકરીની માસિક કમાણી જેટલી છે.

આ નોકરી પર પહોંચવા માટે તે દરરોજ ત્રણ બસો બદલીને જાય છે, જેનું કુલ ભાડું પણ આ કમાણીમાં ભાગ્યે જ પોસાય એવું છે. તેની પરંપરાગત નોકરીની જેમ આ એપ્લિકેશન તેના પગારની ચૂકવણી માટે મહિનાના અંત સુધી રાહ નથી જોવડાવતી, પરંતુ થોડા કલાકોમાં જ પૈસા તેના બેંક ખાતામાં જમા થઈ જાય છે.

મુખ્યત્વે મધ્ય અને દક્ષિણ ભારતમાં લગભગ 60 મિલિયન લોકો દ્વારા બોલાતી તેની મૂળ ભાષા કન્નડમાં મોટેથી એક લખાણ વાંચવાના સરળ કાર્ય દ્વારા, ચંદ્રિકાએ કલાક દીઠ લગભગ 5 ડોલરનું પ્રભાવશાળી વેતન પ્રાપ્ત કર્યું છે, જે ભારતીય લઘુત્તમ વેતન કરતાં લગભગ 20 ગણું વધારે છે. વધુમાં, તેને 50% બોનસની વધારાની રકમ ચૂકવાય તેવી પણ અપેક્ષા છે, જે એકવાર વોઇસ ક્લિપ્સની ચોકસાઇપૂર્વક ચકાસણી કર્યા પછી આપવામાં આવતું હોય છે.

આવો જ બીજો એક કિસ્સો છે 21 વર્ષીય કનકરાજ એસ.નો, જે હવે આરામથી ઠંડા કોંક્રીટ ફ્લોર પર બેસે છે. તેઓ નજીકની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને પોતાના પુસ્તકો અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચાઓને પહોંચી વળવા માટે ક્યારેક-ક્યારેક ખેતરોમાં છૂટક મજૂરી કરે છે. એક દિવસની મજૂરીમાં તેને રૂ.350 મળે છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જની તીવ્ર અસરના કારણે ઉનાળો આકરો બની જાય છે અને તેવા વાતાવરણમાં આ શારીરિક કામ વધુ અસહ્ય બની જાય છે.

જોકે નજીકના શહેરની ફેક્ટરીમાં કામ કરવાથી થોડું ઊંચું વેતન મળી શકે છે, પણ તેના માટે દરરોજ મોંઘી બસોમાં મુસાફરી કરવી પડે, અને તેનાથી પણ ખરાબ, કદાચ તેને પોતાના સપોર્ટ નેટવર્કથી દૂર જવું પડે અને શહેરની ડોરમેટરીમાં જઇને રહેવું પડે. પરંતુ, કનકરાજને ખેતરમાં એક દિવસની જે મજૂરી મળે છે, તેના કરતા કલાક દીઠ ‘કાર્ય’ માં વધુ વેતન મળે છે.

સાવ જ હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમુદાયો સહિત સૌથી વધુ આર્થિક રીતે વંચિત લોકો માટે નોકરીની તકો સૌપ્રથમ સુલભ બને તે સુનિશ્ચિત કરવા માટે ‘કાર્ય’ સ્થાનિક બિન-સરકારી સંસ્થાઓ (NGOs) સાથે સહયોગ કરે છે. કલાક દીઠ પાંચ ડોલરના લઘુતમ વેતન ઉપરાંત, ‘કાર્ય’ તેના કામદારોને તેમના ટાસ્ક દરમિયાન તેઓ જે ડેટા જનરેટ કરે છે તેની વર્ચ્યુઅલ માલિકી આપીને તેમને સશક્ત બનાવે છે.

પરિણામે, જ્યારે આ ડેટા ફરીથી વેચવામાં આવે છે, ત્યારે કામદારોને તેમના અગાઉના વેતન ઉપરાંત વધારાની આવક પણ મળે છે. આ અનોખું મોડલ ઇન્ડસ્ટ્રીમાં અન્ય લોકોથી પોતાને અલગ પાડે છે. આમ, ‘કાર્ય’ ભારતમાં સમાવિષ્ટ AI સિસ્ટમને આગળ વધારીને સ્થાનિક, વંચિત સમુદાયોને સશક્ત કરી રહ્યું છે.

આ પણ વાંચો… Kitchen tips: સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી…! રસોડામાંથી તરત જ કાઢી નાખો આ વસ્તુઓ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો