LIC Policy

LIC given chance to start all policy: બંધ પડેલી LICની પોલીસી ફરી ચાલુ કરવાની તક આપી રહ્યાં છે LIC- મળશે આ છૂટ

LIC given chance to start all policy: એલઆઈસીના કહેવા મુજબ યુલિપ સિવાયની તમામ પોલિસીને વિલંબિત ફી માફી સાથે વિશેષ ઝુંબેશ હેઠળ પુનઃ ચાલુ કરી શકાશે

નવી દિલ્હી, 18 ઓગષ્ટ: LIC given chance to start all policy: ભારતીય જીવન વીમા નિગમ(LIC) એ બંધ પડી વ્યક્તિગત વીમા પોલિસીને પુનઃ ચાલુ કરવાની તક આપી છે. બુધવાર 17 ઓગસ્ટથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

એલઆઈસીના કહેવા મુજબ યુલિપ સિવાયની તમામ પોલિસીને વિલંબિત ફી માફી સાથે વિશેષ ઝુંબેશ હેઠળ પુનઃ ચાલુ કરી શકાશે. આ ઝુંબેશ પોલિસી ધારકોના લાભ માટે શરૂ કરવામાં આવી છે જેઓ કોઈ કારણસર પ્રીમિયમ ચૂકવી શક્યા ન હતા અને તેમની પોલિસી રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Raju Srivastava Health Update: રાજૂ શ્રીવાસ્ત તબિયત ગંભીર, હાર્ટ એટેક આવ્યો ત્યારથી હજી સુધી બેભાન- વાંચો વિગત

આ અભિયાન 17મી ઓગસ્ટથી શરૂ થયું છે અને 21મી ઓક્ટોબર 2022 સુધી ચાલશે. પોલિસી પહેલા  પ્રીમિયમમાં ડિફોલ્ટ થયાની તારીખથી પાંચ વર્ષના સમયગાળામાં પોલિસી શરૂ કરી શકાય છે. LIC અનુસાર, 1 લાખ રૂપિયા સુધીના કુલ પ્રીમિયમ પર લેટ ફી પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

મહત્તમ મુક્તિ મર્યાદા રૂ. 2,500 છે. તે જ સમયે, 1 થી 3 લાખ રૂપિયાના પ્રીમિયમ માટે, મહત્તમ કપાત 3,000 રૂપિયા છે. એ જ રીતે, રૂ. 3 લાખથી વધુના પ્રીમિયમ પર 3,500 રૂ.ના મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે લેટ ચાર્જીસ પર 30 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ULIPs પ્લાન સિવાયની તમામ પોલિસીને લેટ ફી માફ કરીને વિશેષ ઝુંબેશ હેઠળ પુનઃજીવિત કરી શકાય છે. આ ઝુંબેશ એવા પોલિસીધારકોના લાભ માટે શરૂ કરવામાં આવી છે જેઓ તેમના પ્રીમિયમની ચૂકવણી કરી શક્યા નથી.

આ પણ વાંચોઃ Bhucharmori Martyr Tribute Ceremony: કેન્દ્રીય મંત્રી શેખાવત અને રાજ્યમંત્રી વાઘેલાની ઉપસ્થિતમાં ધ્રોલ ખાતે 31મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ યોજાયો

Gujarati banner 01