arvind kejriwal image 600x337 1

AAP Gujarat Mission: ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં, વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

AAP Gujarat Mission: ચૂંટણીને હજી ઘણી વાર છે, ત્યારે AAPની આ સ્ટ્રેટેજીથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને ઝટકો સમાન છે

ગાંધીનગર, 18 ઓગષ્ટઃ AAP Gujarat Mission: વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં નિયમિત આપીને ચૂંટણીનો માહોલ જાળવી રહ્યાં છે. ત્યારે આપ પાર્ટીએ આજે વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 9 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.  

  • રાજુ કરપડા – ચોટીલા
  • પિયુષ પરમાર – જૂનાગઢના માંગરોળ
  • કરસનભાઈ કરમૂર – જામનગર 
  • નીમીષા ખૂંટ – ગોંડલ 
  • પ્રકાશભાઈ કોન્ટ્રાકટર – સુરતની ચોર્યાસી બેઠક 
  • વિક્રમ સૌરાણી – વાંકાનેર 
  • ભરતભાઈ વાખલા – દેવગઢબારીયા 
  • જેજે મેવાડા – અસારવા  
  • વિપુલભાઈ સખીયા – ધોરાજી  

આ પણ વાંચોઃ LIC given chance to start all policy: બંધ પડેલી LICની પોલીસી ફરી ચાલુ કરવાની તક આપી રહ્યાં છે LIC- મળશે આ છૂટ

કેજરીવાલની ગુજરાતમાં સતત મુલાકાત બાદ AAP દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ચૂંટણીને હજી ઘણી વાર છે, ત્યારે આપની આ સ્ટ્રેટેજીથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને ઝટકો સમાન છે. સાથે જ બંનેની ચૂંટણી રણનીતિ પર પણ મોટી અસર પડી રહી છે. આપ પાર્ટી હાલ ગુજરાતમાં એડીચોટીનુ જોર લગાવી રહી છે. તે એક પણ મોકો છોડવા માંગતી નથી.

મહત્વનું છે કે, ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે વિવિધ જાહેરાત પણ કરી છે..જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી.. જે યુવાનોને નોકરી નહી મળે તેમને 3 હજાર બેરોજગાર ભથ્થું પણ આપવાની કેજરીવાલે ગેરંટી આપી છે. સાથે જ જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મફતમાં 300 યુનિટ વીજળી આપવાની પણ  કેજરીવાલે  જાહેરાત કરી છે. શિક્ષણ ક્ષેત્રે પણ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જાહેરાત કરી છે. અગાઉ AAP પાર્ટીએ 10 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ Raju Srivastava Health Update: રાજૂ શ્રીવાસ્ત તબિયત ગંભીર, હાર્ટ એટેક આવ્યો ત્યારથી હજી સુધી બેભાન- વાંચો વિગત

Gujarati banner 01