New lpg connection of indane

LPG cylinder gas price: મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરની કિંમતમાં આટલા રૂપિયાનો વધારો

LPG cylinder gas price: આ ભાવ વધારા સાથે જ દિલ્હીમાં ઘરેલુ વપરાશ માટેના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત 884.5 રૂપિયા થઈ ગઈ છે

નવી દિલ્હી, 01 સપ્ટેમ્બરઃ LPG cylinder gas price: પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પહેલા દિવસે જ રાંધણ ગેસની કિંમતોમાં વધારો કરી દીધો છે. સબસિડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરાયો છે. 

આ ભાવ વધારા સાથે જ દિલ્હીમાં ઘરેલુ વપરાશ માટેના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત 884.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાના વધારા સાથે દિલ્હીમાં તેની કિંમત 1,693 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી અને 15મી તારીખે રાંધણ ગેસની કિંમતોની સમીક્ષા કરે છે. અગાઉ 1 જુલાઈના રોજ તેલ કંપનીઓએ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. 

આ પણ વાંચોઃ New jio disney hotstar prepaid plan: જિયો ડિઝની+હોટસ્ટાર સાથે લાવ્યુ નવા પ્રિ-પેઇડ પ્લાન્સ- વાંચો વિગત

માત્ર 15 દિવસમાં જ સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સબસિડી વગરના 14.2 કિગ્રાના ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાના વધારા બાદ દિલ્હીમાં 14.2 કિગ્રાનો LPG સિલિન્ડર 884.5 રૂપિયાનો થઈ ગયો છે. જ્યારે અગાઉ તેની કિંમત 859.50 રૂપિયા હતી.

પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાના કારણે કેન્દ્ર સરકારે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સરકારના કહેવા પ્રમાણે આ બધું આંતરરાષ્ટ્રીય કિંમતો પર નિર્ભર હોય છે અને તેમના હાથમાં વધારે કશું નથી. સરકારે સતત ગેસની કિંમતોમાં સબસિડી ખતમ કરતા જવાનો પ્રયત્ન કર્યો છે. 

Whatsapp Join Banner Guj