Bhavnath mahadev fair photos

Bhavnath mahadev fair photos: ભવનાથના મેળામાં 6 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં, જુઓ તસ્વીરો

Bhavnath mahadev fair photos: મંગળવારે રવેડી, અંત કરસરતા દાવ તેમજ મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે

જૂનાગઢ, 01 માર્ચઃ Bhavnath mahadev fair photos: ભવનાથ ખાતે યોજાઇ રહેલો મહા શિવરાત્રીનો મેળો હવે તેના અંતિચ ચરણમાં પહોંચ્યો છે. દરમિયાન મેળાના 4 દિવસમાં 6,75,000થી વધુ ભાવિકો ઉમટી પડયા હતા. પરિણામે માનવ મહાસાગર ઘૂઘવતો હોય ભવનાથ ભરચક્ક થઇ ગયું હતું. જ્યારે મંગળવારે રવેડી, અંત કરસરતા દાવ તેમજ મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે.

bhavnath fair

ભવનાથ ખાતે મહાવદ નોમ 25 ફેબ્રુઆરીના ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે 5 દિવસીય મહા શિવરાત્રીના મેળાનો વિધીવત પ્રારંભ કરાયો હતો. બે વર્ષ કોરોનાના કારણે સામાન્ય લોકો મેળો માણી શક્યા ન હતા.પરિણામે બે વર્ષ બાદ યોજાયેલા મેળાના પ્રથમ દિવસથી જ ભાવિકો ઉમટી પડ્યા હતા. મેળાના 4 દિવસમાંથી 3 દિવસતો ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા ખાસ કરીને સાંજના સમયે ટ્રાફિક જામ થતા ભરડાવાવ-સ્મશાન ચાર રસ્તાથી જ વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો અને ભાવિકોને ચાલીને મેળામાં જવું પડ્યું હતું.

bhavnath fair

6,75,000થી વધુ ભાવિકોએ મેળાને મનભરીને માણ્યો હતો.દરમિયાન મેળો હવે તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે. મંગળવારે મહા શિવરાત્રી સાથે મેળાની પૂર્ણાહૂતિ થનાર છે. ત્યારે મંગળવારે ભવનાથ મંદિર પાછળ આવેલ જૂના અખાડાથી દિગંમ્બર સાધુની રવેડી નિકળશે.

આ પણ વાંચોઃ Mahesh savani was admitted: સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા

bhavanth

જૂના અખાડા, શ્રી શંભુુ પંચદશનામ અખાડા, અગ્નિ અખાડા અને આહ્વાન અખાડા તેમજ ગિરનાર મંડળના સાધુ સંતોની રવેડી નિકળશે. આ રવેડીમાં દિગંબર સાધુઓ તલવા બાજી, લાઠી દાવ તેમજ હેરત અંગેજ અગ કસરતના દાવ રજૂ કરશે. રવેડીને નિહાળવા મંગળવાર બપોરથી જ ભાવિકો પોતાનું સ્થાન જમાવી લે છે.

bhavnath fair

જુદા જુદા રૂટ પર ફરી રવેડી ભવનાથ મંદિર ખાતે આવશે જ્યાં મૃગીકુંડમાં શાહી સ્નાન અને ભવનાથ મહાદેવની પૂજા સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે. બાદમાં મેળામાં આવેલા સાધુ, સંતો પોત પોતાના આશ્રમોમાં જવા રવાના થશે અને ભાવિકો પણ પોતાના માદરે વતન જવા રવાના થશે

bhavanth

મહા શિવરાત્રી મેળામાં પરંપરાગત વસ્તુનું ધૂમ વેંચાણ થઇ રહ્યું છે. ખાસ કરીને બાળકો માટેની ઢીંગલની સારી ખરીદી થઇ રહી છે. ખાસ કરીને 100 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીની માળા વેંચાઇ રહી છે. અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે પરિણામે વેપારીઓને પણ તડાકો પડ્યો છે.

Gujarati banner 01