Money Pension

Modi government increase DA: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે DAમાં કર્યો વધારો- જાણો વિગત

Modi government increase DA: અગાઉ સરકારે માર્ચ 2022માં જાન્યુઆરીથી ડીએ વધારવાની જાહેરાત કરી હતી. તે સમયે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 31 ટકાથી વધીને 34 ટકા કરાયું હતું

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બરઃ Modi government increase DA:  કેન્દ્રીય કેબિનેટની આજે થયેલી મહત્વની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો. કેબિનેટે સરકારી કર્મચારીઓના 4 ટકા મોંઘવારી ભથ્થા વધારવા પર મહોર મારી દીધી છે. હાલ મોંઘવારી ભથ્થું 34 ટકા છે અને હવે 4 ટકા વધીને 38 ટકા કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયનો લાભ હાલના 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનધારકોને થશે. 

સરકાર તરફથી ડીએમાં કરાયેલો વધારો 1 જુલાઈ 2022થી લાગૂ થશે. આ અગાઉ સરકારે માર્ચ 2022માં જાન્યુઆરીથી ડીએ વધારવાની જાહેરાત કરી હતી. તે સમયે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 31 ટકાથી વધીને 34 ટકા કરાયું હતું. હવે તેમાં 4 ટકાનો વધારો થઈને 38 ટકા કરવામાં આવ્યું છે. આ પ્રમાણે કર્મચારીઓનોને સપ્ટેમ્બર મહિનાના પગારમાં બે મહિનાના એરિયરનો પણ લાભ મળશે.

આ પણ વાંચોઃ Garba in swimming pool: ખેલૈયાઓએ ગરબા અને ચણીયાચોળી પહેરીને પાણીમાં બોલાવી ગરબાની રમઝટ- જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓના મોંઘવારી  ભથ્થામાં વધારા માટે AICPI-IW (All India Consumer Price Index- Industrial Worker) ઈન્ડેક્સના આંકડાને આધાર માને છે. AICPI-IW ના પહેલા છમાસિકના આંકડાના આધારે જ જુલાઈમાં ડીએની જાહેરાત કરાઈ હતી. જૂનમાં ઈન્ડેક્સ વધીને 129.2 પર પહોંચતા ડીએ હાઈક 4 ટકા થવાનો રસ્તો ક્લિયર થઈ ગયો હતો.

મોંઘવારી ભથ્થામાં થયેલો 4 ટકા વધારો 1 જુલાઈથી લાગૂ થશે. નવરાત્રિના શુભ દિવસોમાં સરકાર તરફથી તેની ચૂકવણી કરવાથી કર્મચારીઓને સારો એવો ફાયદો  થશે. ડીએ 38 ટકા થવાથી પગારમાં પણ તોતિંગ ઉછાળો આવશે.

આ પણ વાંચોઃ Avoid using these things on face: જાહેરખબરમાં જોઇને ભૂલથી પણ ચહેરા પર ન લગાવો આ વસ્તુઓ-ત્વચા ને થશે નુકશાન

Gujarati banner 01