milk

Right time to drink milk: રાત્રે દૂધ પીવાથી વધી શકે છે તમારું વજન, જાણો દૂધ પીવાનો યોગ્ય સમય

Right time to drink milk: દૂધમાં લેક્ટોઝ અને પ્રોટીન હોય છે, તેથી જ રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ.

whatsapp banner

હેલ્થ ડેસ્ક: Right time to drink milk: આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે. દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં જોવા મળે છે જે આપણા મગજને તેજ અને હાડકાંને મજબૂત બનાવે છે. દૂધ પીવાથી તમારા શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવે છે. આ જ કારણ છે કે લોકો પોતાના આહારમાં દૂધનો સમાવેશ કરે છે.

કેટલાક લોકોને સવારે ઘરની બહાર નીકળતા પહેલા દૂધ પીવું ગમે છે તો કેટલાકને રાત્રે સૂતા પહેલા દૂધ પીવું ગમે છે, પરંતુ ઉલ્લેખનિય છે કે જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો અથવા સ્થૂળતાથી પરેશાન છો તો રાત્રે દૂધ પીવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. રાત્રે દૂધ પીવાથી વજન કેમ વધે છે અને દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે.

આ પણ વાંચો:- Benefits OF Muskmelon: ગરમીની સિઝનમાં સકરટેટી સ્વાસ્થ્ય માટે છે લાભદાયી, જાણો ફાયદા

રાત્રે દૂધ પીવાથી વજન વધે છે (Right time to drink milk)
ડૉક્ટર કહે છે કે દૂધમાં લેક્ટોઝ અને પ્રોટીન હોય છે, તેથી જ રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ. ખરેખર, એક ગ્લાસ દૂધમાં અંદાજે 120 કેલરી હોય છે અને જ્યારે તમે દૂધ પીધા પછી સૂઈ જાઓ છો ત્યારે કેલરી બર્ન થતી નથી. આ ઉપરાંત દૂધ પણ ઘટ્ટ બને છે અને જો તમે તેને રાત્રે પીવો છો તો તે જલ્દી પચતું નથી. આવી સ્થિતિમાં, જો તમે વજન ઘટાડવાની પ્રક્રિયામાં હોવ તો રાત્રે દૂધ ન પીવો.

દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે? (Right time to drink milk)
જો તમારે વજન ઓછું કરવું હોય તો રાત્રે દૂધ પીવાને બદલે સવારે 9 થી 11 દરમિયાન નાસ્તામાં દૂધ પીવો. આ ઉપરાંત, જો તમને પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારે રાત્રે દૂધ ન પીવું જોઈએ. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નથી. જો તમે વજન ઓછું કરવા નથી માંગતા તો તમે રાત્રે દૂધ પી શકો છો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો