Rajkot Station Mahotsav

Special trains from Rajkot: રાજકોટથી બરૌની અને મહબૂબનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો; વાંચો વિગત..

Special trains from Rajkot: આ ટ્રેનોના ટિકિટો નું બુકિંગ 19 એપ્રિલથી થશે શરૂ

whatsapp banner

રાજકોટ, 18 એપ્રિલ: Special trains from Rajkot: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ-બરૌની (બિહાર રાજ્ય) અને રાજકોટ-મહાબૂબનગર (તેલંગાણા રાજ્ય) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09569/09570 રાજકોટ-બરૌની સ્પેશિયલ (સાપ્તાહિક) (20 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ રાજકોટથી 26 એપ્રિલ 2024 થી 28 જૂન 2024 સુધી દર શુક્રવારે રાજકોટ થી 12.50 કલાકે ઉપડશે અને રવિવારે 3.30 કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ 28 એપ્રિલ 2024 થી 30 જૂન 2024 દરમિયાન દર રવિવારે બરૌનીથી 13.45 કલાકે ઉપડશે અને મંગળવારે 05.50 કલાકે રાજકોટ પહોંચશે.

આ પણ વાંચો:- Okha-Delhi Sarai Rohila: ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

આ ટ્રેન બંને દિશા માં આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, શામગઢ, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ફતેહપુર સીકરી, આગ્રાનો કિલ્લો, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, અરાહ, દાનાપુર, પાટલીપુત્ર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09575/09576 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ (સાપ્તાહિક) (20 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ 22 એપ્રિલ 2024 થી 24 જૂન 2024 દરમિયાન દર સોમવારે 13.45 કલાકે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે 19.35 કલાકે મહેબુબનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ 23 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 દરમિયાન દર મંગળવારે મહબૂબનગરથી 21.35 કલાકે ઉપડશે અને ગુરુવારે 05.00 કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશા માં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધર્માબાદ, બસર, નિઝામાબાદ, કામરેડ્ડી, મેડચલ, કાચીગુડા, શાદનગર અને જડચરલા સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ અને ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલનું બુકિંગ 19 એપ્રિલ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો