Dear group bhavnagar

Bhavnagar National Sanctuary: જવલ્લે જ જોવા મળતું દૃશ્ય… કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળ્યો અદ્ભુત નજારો, એક સાથે દેખાયા 3000 કાળિયાર

Bhavnagar National Sanctuary: 1976માં કાળિયાર નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી.નેશનલ પાર્કમાં હાલ 3000 કરતાં વધુ કાળિયારનો વસવાટ

અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , ૨૭ જુલાઈ
: Bhavnagar National Sanctuary: ભાવનગરના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં એકસાથે 3000 જેટલા કાળિયાર કેમેરામાં કેદ થયા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા કાળિયારનું ટોળું જોવા મળી રહ્યું છે.

કાળિયારના આ વીડિયો અંગે વેળાવદરના સરપંચ મુકેશભાઈ બારૈયાએ સાથેની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે મંગળવારે સવારે મારા નાનાભાઈ મુન્નાભાઈ બારૈયાએ આ વીડિયો ઉતાર્યો હતો અને વેળાવદરથી બે કિલોમીટર દૂર અભયારણ્યની વચ્ચેનો આ વિસ્તાર છે. સામાન્ય પ્રજા માટે હાલમાં તો અભયારણ્ય બંધ છે, પરંતુ આ પ્રકારના હરણની મૂવમેન્ટ નો નજારો સામાન્ય રીતે સ્થાનિકોને જોવા મળતો હોય છે. હાલમાં વરસાદ પડેલો હોઈ હરણો એકજૂથમાં વધારે ફરતાં હોય છે.

Antelope National Sanctuary, Bhavnagar
સુંદર દૃશ્ય કેમેરામાં કેદ કરનાર મુન્નાભાઈ બારૈયા

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનાં RFO અંકુરભાઈ પટેલે જણાવ્યું હતું કે(Bhavnagar National Sanctuary) નેશનલ પાર્ક 3400 હેકટર અને બહારની સાઈડ 2000 હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે. ઉદ્યાન માં 2500 થી 3000 જેટલા કળિયારો વસવાટ કરે છે અને રોજ અંદર અને બહાર આવતા-જતા રહે છે. કાળિયારો હંમેશાં ટોળામાં જ રહેતા હોય છે, છેલ્લાં 5 વર્ષમાં કળિયારોની સંખ્યામાં વધારો થયો છે, અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવા થી મુક્ત રીતે ફરી શકે છે. પ્રવાસી ઓ 16 ઓક્ટોબરથી 15 જૂન સુધી નેશનલ પાર્કની મુલાકાત લેતા હોય છે.

વર્ષ 1976માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના

ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે વર્ષ 1976માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની (Bhavnagar National Sanctuary) સ્થાપના કરવામા આવી હતી. એ સમયે ઉદ્યાનનો આરક્ષિત વિસ્તાર 17.88 ચોરસ કિમીનો હતો. ત્યાર બાદ સમયાંતરે એમાં વધારો થતાં હાલ 34 કિલોમીટરનો આરક્ષિત વિસ્તાર છે. એક અંદાજ મુજબ, હાલ અહીં 3000 કરતાં વધુ કાળિયાર વસવાટ કરી રહ્યા છે. ભાવનગરથી 45 કિ.મી.ના અંતરે આવેલું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખૂબ જ માફક આવે છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી 45 કિમી દૂર છે. સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝુંડ હંમેશાંથી પ્રવાસી ઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે, જેમાં અનોખી ઘાસભૂમિ પારિસ્થિકી છે, જેના પર કાળિયાર વરુ અને ઘોરાડ (બસ્ટર્ડ પક્ષી)ના સંવર્ધનનું કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. આ ઉદ્યાનની પ્રાણીસૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલાં, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ પણ સાથે વસવાટ કરે છે. અન્ય પ્રજાતિઓમાં ઘોરાડ, હુબારા, જંગલી ડુક્કર અને મૂષક છે. સવાના ક્ષેત્રના કાંટાળા ઝાંખરાં પણ અહીં દેખાય છે.