PM Modi interact

PM Modi interact:દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન મોદી એક્શનમાં મોડમાં, આ રાજ્યનાં CM સાથે કરશે ચર્ચા- વાંચો વિગત

PM Modi interact: આ બેઠકમાં પીએમ મોદી કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનને લઈને ચર્ચા કરશે. આ 6 રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

નવી દિલ્હી, 16 જુલાઇ:PM Modi interact: દેશમાં કોરોનાના સંક્રમણને લઈને અનેક તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પીએમ મોદી જે રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.

પીએમ આજે સવારે 11 કલાકે 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરશે. આ બેઠકમાં પીએમ મોદી કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનને લઈને ચર્ચા કરશે. આ 6 રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે પીએમએ હિલ સ્ટેશન અને બજારોમાં નિયમોનું પાલન ન થવાને લઈને ચિંતા જાહેર કરી હતી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ E vehicle charging: ઈ વિહિકલ માટે ચાર્જિંગ પૉઇન્ટ્સ ઊભા કરનારી હાઉસિંગ સોસાયટીઓને સરકાર આપશે આ વેરામાં રાહત- વાંચો વિગત