Tasneem mir

Proud of Gujarat: ગુજરાતની 16 વર્ષીય ખેલાડી તશનિમ મીર વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1 બની

Proud of Gujarat: ગુજરાતના મહેસાણાની 16 વર્ષીય દિકરીએ ખુબ જ નાની ઉંમરે એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. તસનીમે બેડમિન્ટન વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1નુ સ્થાન મેળવી સમગ્ર ગુજરાતને ગૌરવ અનુભવતો કરતુ કર્યું છે. 

અમદાવાદ, ૧૪ જાન્યુઆરીઃ Proud of Gujarat: મહેસાણાની તસનીમ મીર બુધવારે અંડર૧૯ ગર્લ્સમાં વર્લ્‌ડ નંબર ૧ બની છે. બેડમિન્ટન વર્લ્‌ડ ફેડરેશન દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. મહેસાણાની ૧૬ વર્ષીય તસનીમ મીર અંડર ૧૯ વર્લ્‌ડ નંબર-૧ બનનારી ભારતીય પ્રથમ બેડમિન્ટન ખેલાડી બની છે. તસનીમ મીર જુનિયર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી હતી. જેમાંથી ૨૦૨૧માં ત્રણમાં મળેલી જીતને કારણે તે આ મુકામ સુધી પહોંચી છે. 

ઉંચી સિદ્ધિ હાંસલ કરતા હાલમાં તસનીમના પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે. નાની વયે દિકરી માટે પોતાનુ જીવન ન્યોછાવર કરનાર પિતા ઇરફાનભાઇ એ રાત દિવસ મહેનત કરી પોતાની 16 વર્ષીય દિકરીને આ મુકામ સુધી પહોંચવામાં ખુબ મદદરૂપ થયા છે. તસનીમ ના પિતા મહેસાણા પોલીસ માં ASI તરીકે ફરજ બજાવી રહ્યા છે. તસનિમના પિતા પણ લગ્ન પહેલા બેડમિન્ટનમાં રુચિ ધરાવતા હતા અને તેમણે લગ્ન પહેલા જ પહેલેથી જ એક સ્વપ્ન જોયું હતું કે, હું મારા બાળકને બેડમિન્ટન શીખવાડીશ. તેમના આ સ્વપ્નને સાકાર કરવા તેમણે એક બેડમિન્ટન કોચ તરીકે ટ્રેનિંગ લઈ ને ખૂબ મહેનત કરી હતી. 

Proud of Gujarat, Tasneem Mir

નેશનલ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ૬ વખત ચેમ્પિયન રહેલી મહેસાણાની ૧૬ વર્ષીય ખેલાડી તસનીમ મીરની તાજેતરમાં ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરાઈ છે. ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી ખેલાડી છે. તસનીમને ૩ વર્ષ માટે હૈદરાબાદ ગોપીચંદના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવી હતી. બાદમાં તેણે આસામમાં પણ બે વર્ષ માટે ટ્રેનિંગ લીધી હતી.

Whatsapp Join Banner Guj

તસનીમ જ્યારે છ વર્ષની હતી, ત્યારથી તેણે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે અભ્યાસની સાથે સાથે તેણે રમવાનું શરૂ કર્યું હતું. જોકે હાલ તે ખૂબ ઊંચા શિખરે પહોંચી છે અને મારા માટે એ ગર્વની વાત છે. તસનીમ મીર અત્યારસુધીમાં અલગ અલગ કેટેગરીમાં કુલ ૨૨ વખત ચેમ્પિયન રહી ચૂકી છે. બે વાર એશિયન ચેમ્પિયન બની છે. 

૨૦૧૮ના ડબલ્સમાં ચેમ્પિયન થઈ અને ૨૦૧૯માં સિંગલમાં ચેમ્પિયન થઈ તેમજ વોર્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. સતત પ્રેક્ટિસ અને દેશ-વિદેશની ટૂર્નામેન્ટોમાં રેન્કિંગ સાથે આગેકુચ કરતી તસનીમ મીરે હવે ભારતીય બેડમિન્ટન ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે સાયના નેહવાલ સાથે રમશે. 

આ પણ વાંચો…PM will communicate with startups: પ્રધાનમંત્રી 15મી જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ્સ સાથે કરશે વાતચીત