Cumin face pack

Cumin face pack: જીરું ટોનર; એન્ટી એજિંગની સમસ્યાને દૂર કરી ને ચહેરા પર ચમક લાવે છે

Cumin face pack: શું તમે જાણો છો આ સિવાય જીરાનો ઉપયોગ તમારી સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે.

હેલ્થ ડેસ્ક, 20 ફેબ્રુઆરી: Cumin face pack: ખાવાનો સ્વાદ વધારવાની વાત હોય કે પછી તે સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોય, જીરુંનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો આ સિવાય જીરાનો ઉપયોગ તમારી સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. જીરાના ટોનરની મદદથી તમે ત્વચાને ચમકદાર રાખી શકો છો અને એન્ટી એજિંગની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ જીરામાંથી ટોનર બનાવવાની સાચી રીત કઈ છે.

જીરું ટોનર કેવી રીતે બનાવવું-(Cumin face pack)

*જીરું ટોનર બનાવવા માટે સૌથી પહેલા અડધા કપ પાણીમાં જીરું નાખીને આખી રાત પલાળી દો. બીજા દિવસે સવારે પાણીને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો. એક સ્પ્રે બોટલમાં ગુલાબજળ અને વિટામીન E કેપ્સ્યુલ નાખીને સારી રીતે મિક્સ કરો. તમારું જીરું ટોનર તૈયાર છે. આ ટોનરનો ઉપયોગ રાત્રે ચહેરા પર કરો. રાત્રે ત્વચા પર ટોનર લગાવવાથી ત્વચા ડાઘ વગરની અને ચમકદાર દેખાય છે.

જીરું ટોનરના ફાયદા

  • જીરામાં હાજર એન્ટીબેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી એજિંગ ગુણ ચહેરા પરની ફાઈન લાઈન્સ ઘટાડવામાં મદદ કરે છે.
  • જીરું ટોનર ત્વચાને ટાઈટ કરવાનું કામ કરે છે.
  • જીરું ટોનર ચહેરાના સોજાને ઘટાડવામાં ખૂબ અસરકારક છે.
  • જીરું ટોનરનો ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવે છે.
  • જીરું ટોનર સ્કિન પર લગાવવાથી ડેડ સેલ્સથી છુટકારો મેળવવાની સાથે ત્વચા ચમકદાર દેખાય છે.

Cultivation of Ashwagandha herbal: દાંતા તાલુકાના કુંભારિયા પંથકમાં કેટલાક ખેડૂતો અશ્વગંધા ઔષધિ નું વાવેતર કરી એક નવી રાહ ચીંધી

Gujarati banner 01