Ashwagandha farming danta

Cultivation of Ashwagandha herbal: દાંતા તાલુકાના કુંભારિયા પંથકમાં કેટલાક ખેડૂતો અશ્વગંધા ઔષધિ નું વાવેતર કરી એક નવી રાહ ચીંધી

Cultivation of Ashwagandha herbal: દાંતા તાલુકાના કુંભારિયા પંથકમાં કેટલાક ખેડૂતો અનાજનું વાવેતર છોડી આયુર્વેદિક ઔષધિ ની સફળ ખેતી કરી છે….. અશ્વગંધા ઔષધિ નું વાવેતર કરી એક નવી રાહ ચીંધી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 20 ફેબ્રુઆરી:
Cultivation of Ashwagandha herbal; દાંતા તાલુકામાં મહતમ ખેડૂતો સિઝનેબલ પાક મેળવી પોતાનું ઘર ગુજરાન ચાલવતા હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણની અનિયમિતતા ને લઇ ખેડૂતો એ પણ ખેતીવાડી નો ટ્રેન્ડ બદલ્યો છે ને હવે આયુર્વેદિક ખેતી તરફ વળી રહ્યા છે …

દાંતા તાલુકામાં જમીનની ભૌગોલીક પરિસ્થિતિ ઢાળ ઢોળાવ વાળી જોવા મળે છે એટલુજ નહી આ વિસ્તારમાં કોઈ પણ પાણીની મોટી કેનાલ કે મોટો ડેમ નથી જેના સહારે ખેડૂતો ખેતી પાક લઇ શકે….. છેલ્લા કેટલાક સમય થી વરસાદ ની અનિયમિતતાના કારણે દાંતા તાલુકાના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જેને લઇ સિઝનેબલ પા ને મોટું નુકસાન પણ થયું હતું જેના પગલે ખેડૂતો પણ હવે ખેતીવાડી નો ટ્રેન્ડ બદલી રહ્યા છે

Cultivation of Ashwagandha herbal, danta

દાંતા તાલુકાના કુંભારિયા પંથકમાં કેટલાક ખેડૂતો અનાજનું વાવેતર છોડી આયુર્વેદિક ઔષધિ ની સફળ ખેતી કરી છે કેટલાક વિસ્તારો માં અશ્વગંધા ઔષધિ નું વાવેતર કરી એક નવી રાહ ચીંધી છે આ અશ્વગંધાની ખેતીવાડી માં મોટો ફાયદો થતા હોવાનું ખેડૂત તુલસીરામ જોશી કુમ્ભારીયા જણાવી રહ્યા છે ખાસ કરીને આ અશ્વગંધા ની ખેતી કોઈ પણ સીઝન માં કરી શકાય છે તેને વાતાવરણ ની કોઈ જ અસર થતી નથી અને સાથે અશ્વગંધાના છોડમાં તેના મૂળ થી લઇ ફૂલ અને પાંદડાની પણ મોટી ઉપજ થતી હોવાથી કોઈ જ પ્રકાર ની નુકશાની થતી નથી અને આ ખેતીવાડી માં વધુપડતી કોઈ જાળવણી પણ રાખવી પડતી નથી.

સમયાંતરે પિયત આપી છોડવા મોટા થાય સાથે ફળ ફૂલ લાગી જાય તો તેને ઉખાડી લઇ તેના તમામ અંગો જુદા કરી આયુર્વેદ બજારમાં પોષણક્ષમ ભાવ સાથે તેનો નિકાલ પણ થઇ જતો હોય છે જોકે આવી આયુર્વેદિક ઔષધિ ની ખેતીવાડી ને આયુર્વેદિક નિષ્ણાત ડો.ભાવેશ (આયુર્વેદિક તબીબ) પણ આવકારી રહ્યા છે જ્યાં એક તરફ આયુર્વેદ ઉપચાર લુપ્ત થઇ રહ્યું છે ત્યારે આયુર્વેદ ઉપચાર જે વિવિધ રોગો ને જડમુખ થી નાશ કરતુ હોય છે ને આવી ખેતીવાડી થી ફરી થી આયુર્વેદ ઉપચાર ને પણ વેગ મળશે

Congress-AAP workers join BJP: જૂનાગઢ-વિસાવદર તાલુકાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

હાલ માં કુમ્ભારીયા જ નહીં પણ દાંતા વિસ્તાર ના આવી અનેક આયુર્વેદિક ખેતીવાડી ની શરૂઆત થઇ છે ને ખેડૂતોના માટે આ ખેતીની સફળતા બાદ અન્ય આયુર્વેદિક ઔષધિનું પણ ખેતી કરાશે તેવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું અને સાથે હાલ તબક્કે આવી ઔષધિનું વેચાણ મહત્તમ મધ્યપ્રદેશ ના કેટલાક વિસ્તારો માં થાય છે અને ગુજરાત રાજ્ય સરકાર પણ સ્થાનિક સ્તરે આવી ખરીદી શરૂ કરે તો ખેડૂતો ને વધુ પ્રોત્સાહન મળી શકે છે

  • દાંતા તાલુકામાં પણ ખેતીવાડી નો ટ્રેન્ડ બદલ્યો છે ને હવે આયુર્વેદિક ખેતી તરફ વળી રહ્યા છે.
  • છેલ્લા કેટલાક સમય થી વરસાદ ની અનિયમિતતાના કારણે દાંતા તાલુકાના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
  • દાંતા તાલુકાના કુંભારિયા પંથકમાં કેટલાક ખેડૂતો અનાજનું વાવેતર છોડી આયુર્વેદિક ઔષધિ ની સફળ ખેતી કરી.
  • આ અશ્વગંધા ની ખેતી કોઈ પણ સીઝન માં કરી શકાય છે.
  • અશ્વગંધાના છોડમાં તેના મૂળ થી લઇ ફૂલ અને પાંદડાની પણ મોટી ઉપજ થતી હોવાથી કોઈ જ પ્રકાર ની નુકશાની થતી નથી.
  • છોડવા મોટા થાય સાથે ફળ ફૂલ લાગી જાય તો તેને ઉખાડી લઇ તેના તમામ અંગો જુદા કરી આયુર્વેદ બજારમાં પોષણક્ષમ ભાવ સાથે તેનો નિકાલ પણ થઇ જતો હોય છે.
  • આયુર્વેદિક ઔષધિ ની ખેતીવાડી ને આયુર્વેદિક નિષ્ણાતો પણ આવકારી રહ્યા છે.
Cultivation of Ashwagandha herbal, danta banaskantha

હાલ તબક્કે આવી ઔષધિનું વેચાણ મહત્તમ મધ્યપ્રદેશ ના કેટલાક વિસ્તારો માં થાય છે અને ગુજરાત રાજ્ય સરકાર પણ સ્થાનિક સ્તરે આવી ખરીદી શરૂ કરે તો ખેડૂતો ને વધુ પ્રોત્સાહન મળી શકે છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *