Bhanuben prajapati sarita 600x337 1

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-13 (Sudhani jindagini safar part-13)

સુધાની જિંદગીની સફર ભાગ-13 (Sudhani jindagini safar part-13)


અંતિમ ભાગ

Sudhani jindagini safar part-13: તુષાર પણ ત્યાં જ હતો અને તે પણ સુધાનો બંગલો જોઈને ચકિત થઈ ગયો. તેની પત્ની કૃપા પણ હતી. બધા જ લોકો તેની નામના સાંભળીને ત્યાં કંપની અને બંગલો જોવા આવ્યા હતા.

કૃપાએ કહ્યું કે ખરેખર તમારી પત્ની સુધા હોશિયાર હતી. તમે ઠુકરાવીને મોટી ભૂલ કરી છે એટલા માટે જ લક્ષ્મી તમારાથી રિસાઈ ગઈ છે. હું પણ એક સ્ત્રી છું, મને ખબર હોત તો ક્યારે તમારી સાથે લગ્ન ન કરત પરંતુ તમે સુધા જેવી લક્ષ્મીને ઠુકરાવીને તમે પણ જોઈ લીધું ને કે ભગવાન આ જન્મ તમને બધું બતાવી દે છે. સુધાના ગયા પછી તમારે નોકરી ચાલી ગઈ અને માતા – પિતા પણ બીમાર રહેવા લાગ્યા અને પૈસા પણ એમ જ તમારા પૂરા થઈ ગયા. બંને બાળકોનું નસીબ સારું છે કે તમે થોડું ઘણું તમારા જમીનમાંથી ભાગ આવે છે એમાંથી જીવન પૂરું કરી શકો છો પરંતુ હજુ પણ તમારી પાસે સમય છે. એની માફી માંગી લો એ ચોક્કસ તમને માફ કરશે.

કારણ કે દરેક સ્ત્રીમાં એક માનવ હૃદય છુપાયેલું છે કદાચ તમને પતિ તરીકે સાસુ – સસરા તરીકે માફ નહીં કરે પરંતુ એના બંને બાળકો માટે પોતાના બાળકો માટે માફ કરતા અચકાશે નહીં. એ લોકોએ કૃપાની વાતને માની લીધી અને તેઓ તરત જ બંને બાળકોને લઈને સુધાની પાસે ગયા. સુધા બંને બાળકોને જોઇને પહેલાં તો ચોધાર આંસુએ રડી પડી અને બંને બાળકો જ્યારે પોતાના ખોળામાં મળ્યા ત્યારે એના હરખનો પાર ન રહ્યો. કારણ કે ભગવાને આર્થિક તો ઘણું બધું આપી દીધું હતું પરંતુ મમતાની લાગણી રૂપી મૂર્તિ અને જે બાકી હતી એ ભગવાને આજે પૂરી કરી. રીના પણ સુધાને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ એને પણ થયું કે ખરેખર સુધાનો સંસાર આજે પૂરો થયો હોય એમ લાગે છે.

તુષાર ત્યાં આવ્યો અને કહ્યું રીના હવે તમે સુધાને સમજાવો કે હું એને અપનાવવા માટે તૈયાર છું. તરત જ રીના ગુસ્સે થઇ ગઈ અને બોલી કે તમને એ બોલતા પહેલા શરમ આવવી જોઇએ કે સુધા હવે તમારી પત્ની નથી. એ તમારાથી અલગ છે, મહેરબાની કરીને તમે આવા કોઈ પણ શબ્દ વાપરશો નહીં.

સુધા તરત જ આવી અને હવે તો એના અંતરમાંથી અવાજ ઊઠ્યો અને બોલી તુષાર હવે હું તને ભૂલી શું અને તમને કદાચ ખબર નહીં હોય પરંતુ તમે ગુસ્સામાં આવીને મને છૂટાછેડાના કાગળ પર સહી કરાવી દીધી છે અને તમે પણ સહી કરી દીધી છે. ખરેખર એ વખતે તમને યાદ પણ નથી કે છુટાછેડાના કાગળ પર તમે સહી કરી હતી કારણ કે એ વખતે એના મમ્મી – પપ્પાએ ગુસ્સામાં છુટાછેડાના કાગળ પર સહી કરાવી દીધી હતી.

સુધાએ કહ્યું કે તમે લોકો અહીંથી જઈ શકો છો. મારા બંને બાળકોને તમે પાછા આપતા જાઓ ત્યારે તુષાર અને સાસુ-સસરા બધા જ લાલચમાં આવી ગયા અને કહ્યું કે તારા બંને બાળકો અમે ત્યારે જ પાછા આપીશું જયારે તું તારી મિલકતનો અમને અડધો ભાગ આપીશ. સુધાએ કહ્યું કે મારા માટે રૂપિયા અને પૈસા મહત્વના નથી. મારે તો મારી મમતાની મૂડી એ જ મારા માટે મહત્વની છે. એને તરત જ ચેક કરીને અડધી મિલકત તુષારને આપી દીધી અને  પોતાના સંતાનોને એના નામે લખાવી દીધા.

રીનાને પણ આનંદ થયો. ખરેખર સુધાની જિંદગીની સફરમાં એને ઘણું બધું ગુમાવ્યું પરંતુ મમતાની મૂડીને સુધાએ પોતાની જિંદગીની સફરમાં પાછી મેળવી લીધી. તેને દુઃખ તો ઘણું જ હતું કે એના સંસારનો કાચો પાયો પૂરેપૂરો તૂટી ગયો હતો પરંતુ એની ઇમારત હવે ચણા તરફથી ઊંચી ચડશે એ સામે એ ખુશ પણ હતી. સુધાએ કહ્યું કે જિંદગીની સફરમાં સ્ત્રી એકલી ધારે તે કરી શકે છે એના માટે ક્યારેય કોઈની જરૂર પડતી નથી. આ પણ કોઈ સારો મિત્ર સાથ મળી જાય ત્યારે એ જિંદગીની સફર ઉચ્ચ સફળતાના શિખરે ચડે છે.

માનવી ક્યારેય એવું ન વિચારવું જોઇએ કે હું સ્ત્રીને ધિક્કારીશ તો એ કંઈ નહીં કરી શકે પરંતુ જ્યારે તેને દિલથી કોઈ ઠેસ પહોચાડે ત્યારે તેની અંદરનો અંતરઆત્મા જાગૃત થાય છે અને એ સ્ત્રીએ જગદંબા, સરસ્વતી, લક્ષ્મી બનીને કે રણચંડી બનીને દુનિયાના જીવનરૂપી રસ્તામાં પોતાના સ્વરૂપમાં પાછી આવે છે અને જિંદગીની સફર પૂરી રીતે પાર પાડે છે. એવી સ્ત્રીને દિલથી નમન ધન્યવાદ.

સુધાને જિંદગીની સફરમાં આપણે જોયું કે એની જિંદગીમાં ઘણા બધા ઉતાર-ચઢાવ આવ્યા. એને પોતાના પતિથી તિરસ્કાર પણ મળ્યો પરંતુ રીના જેવી સખીનો સાથ પણ મળ્યો એટલે પોતાની જિંદગીની સફરમાં છેલ્લે પોતાની મમતાને એ જીતી ગઈ અને જિંદગીની સફરમાં એ પૂરી રીતે સફળતાને પામી ગઈ.

જિંદગીની સફર એવી છે કે મનુષ્ય ધારે છે તે ક્યારે થઈ શકતું નથી કે જ્યારે સપનાની દુનિયામાં રાચે છે ત્યારે ઘણા બધા સપના જોવાઈ જાય છે પરંતુ હકીકતમાં જ્યારે પૃથ્વી પર પગ મૂકે છે ત્યારે એક સપનું પૂરું કરવામાં જીવન પૂરું થઈ જાય છે. જેમાં અટક નિષ્ફળતાઓ પણ મળે છે પરંતુ જો માણસ બનીને આગળ વધે તો તેનાં સપનાંને કોઈની પણ તાકાત નથી કે પૂરા ન કરી શકે. થોડી ઘણી અડચણો આવે પણ તેનાથી ઘણું બધું શીખવી જતી હોય છે અને જિંદગીની સફર એમ જ પૂરી થઈ જતી હોય છે.

પ્રજાપતિ ભાનુબેન બી “સરિતા”

આ પણ વાંચો… Popular actress Suraiya: તૂ મેરા ચાંદ મેં તેરી ચાંદની; વાંચો હિન્દી ફિલ્મ જગતની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી “સુરૈયા” વિશે

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *