Hapiness

Happy Hormones: હેપ્પી હોર્મોન્સ વધારવા માટે કરી લો આ પાંચ ઉપાય, રહેશો ટેન્શન ફ્રી

Happy Hormones: સેરોટોનિન હોર્મોન વધારવા માટે, તમારે દરરોજ એક્સરસાઇઝ કરવી જોઈએ

લાઇફ સ્ટાઇલ, 30 જૂનઃ Happy Hormones: તમારો મૂડ ખરાબ અને સારો રાખવા માટે હોર્મોન જવાબદાર હોય છે. આ હોર્મોન સેરોટોનિન તરીકે ઓળખાય છે. તેને હેપ્પી હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે શરીરમાં સેરોટોનિનનું સ્તર યોગ્ય હોય છે, ત્યારે તમે યોગ્ય રીતે વર્તે છો. ફ્રેશ ફીલ કરો છો. ના તો તમેને ગુસ્સો આવે છે અને ના તો ચીડિયાપણું રહે છે.

પરંતુ આ સંતુલન બગડે છે. તમારા મૂડ પર અસર થાય છે. તમે ડિપ્રેશનમાં રહેવા લાગો છો. તણાવ થવા લાગે છે. આવી સ્થિતિમાં, શરીરમાં સેરોટોનિનનું સ્તર સંતુલિત હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીંતર, તમે માનસિક રીતે બીમાર થઈ શકો છો અને તમારે દવાની જરૂર પડી શકે છે.

આજે અમે તમને એવી 5 રીતો જણાવી રહ્યા છીએ જે તમને હેપ્પી હોર્મોન્સ વધારવામાં મદદ કરી શકે છે. આવી રીતે વધારો હેપ્પી હાર્મોન

એક્સરસાઈઝ કરો

સેરોટોનિન હોર્મોન વધારવા માટે, તમારે દરરોજ એક્સરસાઇઝ કરવી જોઈએ. હકીકતમાં, જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો, ત્યારે તે ટ્રિપ્ટોફન છોડે છે. તેનાથી મગજને એનર્જી મળે છે. ઓક્સિજન મગજ સુધી પહોંચે છે. તેના માટે તમે એરોબિક્સ, ઝુમ્બા વોકિંગ, જોગિંગ, સાઇકલિંગ કરી શકો છો.

મસાજ થેરેપી

તમે મસાજ થેરાપી લઈને પણ હેપ્પી હોર્મોન વધારી શકો છો. હકીકતમાં જો તમે મસાજ થેરાપી લો છો, તો તે તમને રિલેક્સ અનુભવાય છે. મૂડ ફ્રેશ થાય છે અને કોર્ટિસોલ નામના હોર્મોનનું સ્તર ઓછું થાય છે. આપને જણાવી દઈએ કે, આ હોર્મોન સ્ટ્રેસ લેવાથી ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે તમારા શરીરને આરામ આપો છો, ત્યારે હેપ્પી હોર્મોન્સ સેરોટોનિન અને ડોપામાઇન વધે છે.

ઊંઘ જરૂરથી લેવી

હેપ્પી હોર્મોન વધારવા માટે તમારે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેના કારણે શરીરમાં સેરોટોનિન હોર્મોનનું સ્તર સંતુલિત રહે છે. જ્યારે તમે યોગ્ય રીતે સૂઈ જાઓ છો, ત્યારે તમે તાજગી અનુભવો છો. તમારું મગજ પણ યોગ્ય રીતે કામ કરે છે.

સંતુલિત આહાર

સેરોટોનિનને સંતુલિત કરવા માટે, ટ્રિપ્ટોફેનથી ભરપૂર ખોરાકને તમારા આહારમાં સામેલ કરવો જોઈએ. તમે તમારી ડાયટમાં બ્રાઉન રાઇસ, દૂધ, ચીઝ, વ્હાઈટ બ્રેડ, પાઈનેપલ, ફિશ ઉમેરી શકો છો. તેનાથી હેપ્પી હોર્મોન પણ વધે છે.

તડકામાં જાવો

હેપ્પી હોર્મોન વધારવા માટે તમે તડકામાં જઈ શકો છો. તેનાથી શરીરમાં સેરોટોનિનનું સ્તર પણ વધે છે અને મગજ યોગ્ય રીતે કામ કરે છે. તેના માટે તમે દરરોજ 10 થી 15 મિનિટ તડકામાં બેસી શકો છો. જો તમે તેને નિયમિતપણે અનુસરો છો તો તમે ઝડપથી તણાવથી છુટકારો મેળવી શકો છો.

આ પણ વાંચો… Chaturmas celebrated at Kumkum Mandir: કુમકુમ મંદિર ખાતે ચાતુર્માસ ના પ્રારંભે ઉજવણી કરવામાં આવી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો