Chaturmas celebrated at Kumkum Mandir

Chaturmas celebrated at Kumkum Mandir: કુમકુમ મંદિર ખાતે ચાતુર્માસ ના પ્રારંભે ઉજવણી કરવામાં આવી

Chaturmas celebrated at Kumkum Mandir: ચાતુર્માસ દરમિયાન કુમકુમ મંદિરના સંતો 25 જેટલા નકોડા ઉપવાસ અને બે મહિના એકટાણાં કરશે

અમદાવાદ, 29 જૂનઃ Chaturmas celebrated at Kumkum Mandir: તા. ર૯ જૂન ને ગુરુવારના રોજ અષાઢ સુદ એકાદશીએ ચાતુર્માસનો પ્રારંભ થતાં શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર ખાતે તેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યાં.

શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપા, મુક્તજીવન સ્વામીબાપા, સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામીની પ્રસન્નતાર્થે તેમના સાનિધ્યમાં સવારે ૮-૦૦ વાગે સૌ સંતો અને હરિભક્તો ચાતુર્માસ અંગેના નિયમો ધારણ કર્યા. સંતો દ્વારા ચાતુર્માસના મહત્વનું વર્ણન કરવામાં આવ્યું. ચાતુર્માસનો પ્રારંભ થયો હોવાથી સંતો હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર પંચામૃતથી અભિષેક કર્યો હતો..

કુમકુમ મંદિરના પ્રેમવત્સલદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર મહિનાને ચાતુર્માસ કહેવાય છે. અષાઢ સુદ એકાદશીએ વિષ્ણુ પોઢે છે. તેથી આ એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય છે અને કારતક સુદ એકાદશી એ જાગે છે તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે. આ ચાર માસ દરમ્યાન ભક્તોએ નકોરડા ઉપવાસ, ધારણાં- પારણાં- એકટાણાં આદિ વ્રતો કરવા જોઈએ.

અષાઢ સુદ એકાદશીથી ભક્તો ધ્યાન અને ધારણામાં, સ્તુતિ અને પ્રાર્થનામાં, જપ અને તપમાં, વંદન અને પૂજનમાં, શ્રદ્ધા
સહિત અનેક વિધવિધ કાર્યો દ્વારા ભક્તિમાં વિશેષ જોડાય છે. ભગવાનને શોધવા, જાગ્રત કરવા, તેનો સાક્ષાત્ સંબંધ પામવા આ ચાર મહિના સુધી ભક્તો તેમનું ભજન-કીર્તન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ શિક્ષાપત્રી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર ચાતુર્માસમાં સંતો-ભક્તો અનેક નિયમો લઈને તેની ઉજવણી કરે છે.

ચાતુર્માસના મહાત્મ્યનું પ્રતિપાદન કરતાં શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં શ્લોક ૭૬ થી ૭૮ માં કહે છે કે, “ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ.

તે નિયમો જણાવતાં કહે છે કે, “ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા.” આ આઠ નિયમો કોઈ એક નિયમ ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો. તેથી સહુ સંતો-ભક્તો આ નિયમો ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નત્તાર્થે અંગીકાર અવશ્ય કરવા જોઈએ.

આ પણ વાંચો… International Conference at Gujarat Cancer and Research Institute: ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં દ્વિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનુ આયોજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો