HSC board

11th admission letter: શિક્ષણ વિભાગે ધોરણ-11માં પ્રવેશ માટે જાહેર કરી ગાઈડલાઈન-વાંચો સંપૂર્ણ વિગત

11th admission letter: રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમગ્ર દેશના વિવિધ 65 જેટલા શિક્ષણ બોર્ડનું એક લિસ્ટ તૈયાર કર્યું છે

ગાંધીનગર, 03 જુલાઇઃ11th admission letter: ગુજરાતમાં ધોરણ 10માં માસ પ્રમોશનની જાહેરાત વચ્ચે હવે એડમિશન એ સૌથી મોટી સમસ્યા બની શકે છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. જે ધોરણ-10 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ખૂબજ ઉપયોગી છે.

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમગ્ર દેશના વિવિધ 65 જેટલા શિક્ષણ બોર્ડનું એક લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટ પ્રમાણે જે પણ વિદ્યાર્થીઓએ આ બોર્ડ અંતર્ગત ધોરણ-10 પાસ કર્યું હશે તે તમામ વિદ્યાર્થીઓને 11માં ધોરણમાં જલ્દી પ્રવેશ મળશે.

બીજી તરફ બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ સાથે સાથે પ્રમાણપત્રની પણ જરૂરીયાત રહેશે નહી. બીજી તરફ રાજ્યના શિક્ષણ બોર્ડે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ લિસ્ટ સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓએ યોગ્યતાનું પ્રમાણપત્ર અચૂક લેવું જરૂરી ગણાશે. ધોરણ 9,10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જ નિદાન કસોટી યોજાશે, જે અધ્યાપનનો સ્તર જાણવા માટે મદદરૂપ થશે. નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે.

રાજ્યની વિવિધ સ્કૂલોએ આ બાબતે સંપૂર્ણ રીતે તૈયારી પણ કરી લીધી છે. જ્યારે હાયર સ્ટડીની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓ માટે રૂપાણી સરકારે મહત્વની દીશામાં એક પગલું આગળ ભર્યું છે. જ્યારે આ લિસ્ટ અનુસાર રાજ્યના ધોરણ-10ના વિદ્યાર્થીઓને સારો લાભ મળશે. નીદાન કસોટી માટે 7 જુલાઈએ જ DEO દ્વારા SVC કન્વીનરોને ઇ-મેલ મારફત પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ મોકલવામાં આવશે.

8 જુલાઈએ બોર્ડની વેબસાઈટ પર પ્રશ્નપત્ર મુકાશે તેમજ SVC કન્વીનરો દ્વારા શાળાના આચાર્યોને પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ આપવામાં આવશે. 10થી 12 જુલાઈ દરમિયાન રોજ એક કસોટી વિદ્યાર્થીઓ આપશે. 13 અને 14 જુલાઈએ વિદ્યાર્થીએ લખેલી ઉત્તરવહી પરત મેળવવાની રહેશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Mask dand: ગુજરાતમાં માસ્ક દંડ મામલે હાઈકોર્ટે દંડ ઘટાડવાનો કરી દીધો ઈન્કાર, માસ્ક નહીં પહેરનારે ભરવા પડશે આટલા રુપિયાનો દંડ!