Mask dand 1

Mask dand: ગુજરાતમાં માસ્ક દંડ મામલે હાઈકોર્ટે દંડ ઘટાડવાનો કરી દીધો ઈન્કાર, માસ્ક નહીં પહેરનારે ભરવા પડશે આટલા રુપિયાનો દંડ!

Mask dand: કોર્ટે કહ્યુ અન્ય દેશોની સરખામણી આપણા દેશમાં ખૂબ જ ઓછો દંડ કરીએ છીએ, લોકો માસ્ક પહેરીને ફરે તે અમને પણ નથી ગમતુ પણ સાવચેતી માટે પહેરવુ જરુરી છે

અમદાવાદ , ૦૩ જુલાઈ: Mask dand: કોરોનાના કેસોમાં ઘટાડો આવતા સરકાર દ્વારા માસ્ક ઉપર લેવામાં આવતા દંડની રકમ ઓછી કરવા ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડવા ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે સરકારને માસ્કનો દંડ એક હજાર જ રહેશે તેમ જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે,જો 50 ટકા લોકો વેક્સિનેટેડ થાય તો સરકાર 50 ટકા માસ્કના દંડની રકમ ઘટાડવાની વિચારણાં કરી શકે.

હાલમાં કોરોની ત્રિજી લહેર એપેક્ષિત હોવાના લીધે માસ્કના દંડ (Mask dand)ની રકમ 1 હજાર લેવાનો હાઈકોર્ટે આદેશ કર્યો હતો. રાજ્યમાં કોરોના કેસોને ધ્યાને રાખી ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીનો આ મામલો છે. આ સિવાય હાઈકોર્ટે કોરોના અંગે હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે.

હાઈકોર્ટે કહ્યું રાજ્યમાં કોરોનાના સ્થિતિ કાબુમાં છે અને ત્રીજી વેવ પર સરકારનું આગવું આયોજન યોગ્ય છે. પોસ્ટ કોવિડમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સારવાર યોગ્ય રીતે ચાલી રહી છે. સરકાર પ્રથમ અને બીજી લહેરમાં ભૂલોથી સરકાર ઘણુ શીખી છે.

Whatsapp Join Banner Guj

હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેર અપેક્ષિત છે. જો માસ્કની રકમ ઓછી કરો તો શું લોકો શિસ્તમાં રહશે? લોકો શિસ્તમાં રહેશે તેની જવાબદારી રાજ્ય સરકાર લેશે? લોકોને માસ્ક પહેરાવો એ જ વિકલ્પ છે. દંડની રકમ વધારે છે એટલે લોકો શિસ્તમાં છે. લોકો હવે પૈસા નથી તેવું કહીને ઉભા રહી જાય છે.

કોર્ટે જણાવ્યું હતું કે અન્ય દેશો ની તુલનામાં આપણે ખૂબ ઓછો દંડ(Mask dand) કરીએ છીએ, દિવ્યાંગો માટે વેક્સીનેશન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે, બીજી તરફ હાઈકોર્ટે જણાવ્યું કે લોકો માસ્ક પહેરી ફરે અમને પણ નથી ગમતું.

આ પણ વાંચોઃ Rathyatra 2021: રથયાત્રામાં પ્રથમવાર સરસપુરમાં જમણવારનું આયોજન નહીં થાય, રથયાત્રા માટે મંદિરમાં સૂચક તૈયારી શરુ