civil patient

Amdavad civil Spine surgery: ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ છતા રિજાલ્ટ જીરો; અમદાવાદ સિવિલ ટીમે જટિલ અને જોખમી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું

Amdavad civil Spine surgery: સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.જે.વી.મોદી અને તેમની ટીમે પ્રભાબેનની જટિલ અને જોખમી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું

  • Amdavad civil Spine surgery: અમદાવાદ સિવિલમાં માત્ર એક ઓપરેશનથી અઢી વર્ષે રાજકોટના પ્રભાબહેન પીડામૂક્ત થયા

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૦૯ ઓગસ્ટ:
Amdavad civil Spine surgery: અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનોએ 2.5 વર્ષથી ગંભીર તકલીફમાંથી પસાર થઇ રહ્યા બહેનનું જીવન બદલ્યું છે. રાજકોટના 55 વર્ષના પ્રભાબહેને 2.5 વર્ષ પહેલા કરોડરજ્જુના ભાગમાં તકલીફ ઉભી થતા ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. સર્જરીના 6 મહિના માં જ પતિનું અવસાન થયું. પ્રભાબહેનને અંગત પરિવારમાં એક દિકરી છે જેઓ પણ પરિણીત છે. પતિના અવસાન બાદ એકલવાયુ જીવન પસાર કરી રહેલા પ્રભાબહેનના પતીના વિલાપ સાથે શારિરીક પીડામાં પણ વધારો થયો.મણકામાં કરાવેલ સર્જરીના કારણે દુખાવો શરૂ કર્યો. આ દુખાવો દિવસે ને દિવસે અસહ્ય બનતો ગયો.

મણકાના દુખાવો અસહ્ય બનતા ફરી વખત તેઓ ખાનગી તબીબ પાસે ગયા. ત્યાં જાણ થઇ કે અગાઉ કરેલી સર્જરી દરમિયાન મુકવામાં આવેલ સ્ક્રુ અને સળીયા ખસી ગયા છે. જેના કારણે ફરી વખત સર્જરી કરવી પડે તેમ હતું. ખાનગી તબીબે આ સર્જરી માટે 4 લાખનો જંગમ ખર્ચ કહ્યો.

પતિના અવસાન બાદ રાજ્યસરકારની ગંગાસ્વરૂપ પેન્શન સહાય થી જીવનગુજરાન ચલાવતા પ્રભાબહેન માટે 4 લાખના જંગમ ખર્ચે શરીરની પીડા દૂર કરવી લગભગ અસહ્ય બની રહ્યું હતુ. વળી આ પ્રકારની રીવીઝન સ્પાઇન સર્જરી અતિ જટીલ હોવાથી નિષ્ણાંત સ્પાઇન તબીબ સિવાય અન્ય કોઇ કરી શકે તેમ પણ ન હતું. રાજકોટના એક ખાનગી તબીબે માનવતાવાદી વલણ અપનાવીને પ્રભાબહેનને એક ચિઠ્ઠીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જન ડૉ. જે.વી.મોદીનું નામ લખીને કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી જાવ. ત્યાનાં સ્પાઇન સર્જન આ પ્રકારની સર્જરી સફળતાપૂર્વક કરી શકશે. સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે તમારી સર્જરી થઇ શકશે.

Amdavad civil Spine surgery, Doctors team

પ્રભાબેન ક્ષણભરનો પણ વિલંબ કર્યા બાદ ચિઠ્ઠી લઇ વાહન કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા . અહીં (Amdavad civil Spine surgery) સ્પાઇન વિભાગના તબીબોએ પ્રભાબેનના અન્ય રીપોર્ટના આધારે રોગ પારખી સીવિલ હોસ્પિટલમાં પણ એક્સ-રે , સી.ટી.સ્કેન અને એમ.આર.આઇ. જેવા રીપોર્ટસ કરાવીને સર્જરીની ગંભીરતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. રીપોર્ટસ જોતા ખબર પડી કે કમરમાં નાખવામાં આવેલ સળીયા વળી ગયા છે જેને મેડીકલ ભાષામાં Implant Faliure કહેવાય છે. જેના કારણોસર જ પ્રભાબેનના શરીરનો એક ભાગ સંપૂર્ણપણે નિસ્ક્રીય એટલે કે પેરાલાઇઝ થઇ ગયો હોય તેવું લાગી રહ્યુ હતુ. પ્રભાબેનને હલનચલનમાં પણ અત્યંત તકલીફ પડી રહી હતી.

આ સમગ્ર જટીલતા જોવા સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટ અને તેમની ટીમ દ્વારા પ્રભાબેનની સર્જરી પ્લાન કરવામાં આવી. અગાઉ પણ આ પ્રકારની સર્જરીના બહોળા અનુભવ ધરાવતા તબીબોની ટીમે ભારે જહેમત બાદ કમરના ભાગમાં તૂટી ગયેલ તમામ સળીયાને હેમખેમ બહાર કાઢ્યા. આ સળીયા બહાર કાઢ્યા બાદ તેઓએ ખૂબ જ સલામતી અને સાવચેતી પૂર્વક સપોર્ટના આધારે નવા સ્કુ અને સળીયા ફીટ કર્યા.

આ પણ વાંચો…Savarkundla sad news: સાવરકુંડલાના બાઢડા ગામ પાસે ઝુપડપટ્ટીમાં ટ્રક ઘુસી ગયો, 9ના મોત

સર્જરીપૂર્ણ થયા બાદ પ્રભાબેનની સ્થિતની ગંભીરતા જોવા તેમને આઇ.સી.યુ.માં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા. બે દિવસ આજે તેઓ સંપૂર્ણપણે સાજા થયા છે. અને હલનચલન કરવા પણ સક્રિય બન્યા છે.

રિવિઝન સ્પાઇન સર્જરીની વિગતો આપતા ડૉ. જે.વી. મોદી જણાવે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગ દ્વારા કોરાનાકાળ દરમિયાન ઘણી રીવીઝન સ્પાઇન સર્જરી હાથ ધરવામાં આવી છે. જેમાં તમામ સર્જરીઓ સફળ રહી છે. અહીં અન્ય ખાનગી હોસ્પિટલ અથવા તો રાજ્યબહારના દર્દીઓ પણ જેઓ અન્યોત્ર સારવારથી નિરાશ થઇને સિવિલ હોસ્પિટલ સાજા થવાની આશા સાથે આવે છે. સિવિલ હોસ્પિટલના તમામ તબીબો દ્વારા પણ તમામ દર્દરીઓને પીડામૂક્ત કરીને ઘરે પરત મોકલવાના પ્રયાસ રહે છે.

Whatsapp Join Banner Guj