Appeal to all through Kumkum Temple: કુમકુમ મંદિર દ્વારા કોરાના વાયરસના સંક્રમણથી સાવધાન રહેવા સૌને અપીલ કરવામાં આવી.

Appeal to all through Kumkum Temple: કોરોના સંક્રમણથી હવે સાધવાની રાખવી જોઈએ – માસ્ક અવશ્ય પહેરવું જોઈએ: સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ

અમદાવાદ, ૦૫ જાન્યુઆરીઃ Appeal to all through Kumkum Temple: સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ના સાધુ પ્રેમવત્સલદાસજીએ સત્સંગીઓ અને જનસમાજને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે, સૌએ કોરોના સંક્રમણથી હવે સાવધાની રાખવી જોઈએ.સૌ સાથ અને સહકાર આપશો.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસની ત્રીજી લ્હેર આવશે એમ નહિ,પરંતુ તે હવે આવી ગઈ છે.તેથી સૌએ સાવધાન થવાની અવશ્ય જરૂર છે.હાલ ઓમિક્રોન વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ડોકટરો આપણને ચેતવી રહ્યા છે કે, ડેલ્ટા કરતાં ૪ થી પ ગણો વધુ સ્પીડથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે તો આપણે સાવધાન થઈ જવું જોઈએ અને કોરોનાનું સંક્રમણ આપણી ભૂલોને લઈને ના વધે તે માટે સજાગ થવાનો સમય આવી ગયો છે.તેથી આપણે સાવધાન થઈ જઈએ.

Appeal to all through Kumkum Temple, prem vatsal dasji
સાધુ પ્રેમવત્સલદાસજી, સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર

માસ્ક અવશ્ય પહેરીએ, સોશિયલ ડીસ્ટન્સ અવશ્ય જાળવીએ, વેક્સિનના ડોઝ લેવાના બાકી હોય તો લઈ લઈએ,તમારા બાળકોને પણ વેક્સિન અવશ્ય અપાવી દેવી જોઈએ.મંદિરમાં જે હરિભકતો શ્રી સ્વામિનારાયણ ભગવાના દર્શન કરવા માટે આવતા હોય તેમણે પણ સાવધાની રાખવી,માસ્ક અવશ્ય પહેરવું,કોઈ સંતોને કે હરિભકતોનો સ્પર્શ ના કરવો. સોશિયલ ડીસ્ટન્સ ખાસ જાળવવું.

કોરાના વાયરસથી આપણે ડરવાનું નથી, પણ સાવધાની તો અવશ્ય રાખવાની જ છે. ખુમારી, પુરુષાર્થ અને જુસ્સા સાથે આપત્તિ સામે લડવું એ ગુજરાતની પ્રજાના લોહીમાં રહેલું છે, હાલ કોરોના વાયરસની ઉપાધિ સામે આપણે એકસાથે લડવું જોઈએ, અને આપણે સાથે મળીને લડીશું તો અવશ્ય કોરાનાને હરાવી શકીશું.આ ગુજરાતની ભૂમિ ગાંધીજી,સરદાર વલ્લભાઈ પટેલ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કર્મ ભૂમિ છે. તેમણે આપણને આપત્તિઓ સામે ઝઝૂમવાનું અને વિજય મેળવવાનું શીખવ્યું છે. તેથી આપણે સૌ કોરોના વાયરસની ઉપાધિ સામે હતાશ ના થઈએ અને સંપીને એક થઈને તેની સામે લડીશું તો અવશ્ય વિજયી નીવડીશું.

આ પણ વાંચો…Sindhutai Sapkal Passed Away: અનાથોની માતા તરીકે જાણીતા સમાજ સેવિકા પદ્મશ્રી સિંઘુતાઈ સપકાળનુ 74ની વયે નિધન-વાંચો તેમના જીવન વિશે

Whatsapp Join Banner Guj