Boat fire

મધદરિયે બોટમાં આગ (Boat fire)ની ઘટના ભારતીય તટ રક્ષક દળની દિલધડક કામગીરી ક્રૂને બચાવી લીધા

Boat fire

મધદરિયે બોટમાં આગ (Boat fire)ની ઘટના ભારતીય તટ રક્ષક દળની દિલધડક કામગીરી ક્રૂને બચાવી લીધા

અમદાવાદ , ૧૨ માર્ચ: 11 માર્ચ 2021ના રોજ સાંજે 06.30 કલાકે ભારતીય તટરક્ષક દળના (Boat fire) જહાજ (ICGS) રાજરતનને પોતાના ક્ષેત્રમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય માછીમારી બોટ (IFB) દેવ તરફથી સંદેશો મળ્યો હતો કે, 7 ક્રૂ મેમ્બર સાથેની TFB હરસિદ્ધિ, નાવદ્રાથી અંદાજે 37NM સમુદ્રમાં આગમાં લપેટાઇ ગઇ છે. ICGS રાજરતનને રિપોટિંગ કરવામાં આવેલી જગ્યાએ શોષખોળ કરવાના અને ,તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા.

ADVT Dental Titanium

ICGS રાજરતનુ પોતાની મહત્તમ ઝડપ સાથે સ્થળ પર પહોંચ્યું હતું અને આગ બુઝાવવાનું કામ હાથ ધર્યું હતું. (Boat fire) તમામ સાતેય ક્રૂને બચાવીને નજીકમાં રહેલો IFB ગાત્રાલ માછીમારી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ક્રૂને ICGS રાજરતન પર લઇ જવામાં આવ્યા હતા અને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી તેમજ તેઓ સ્થિર અને સ્વસ્થ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું.

boat fire

સતત બે ક્લાક સુધી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં, હોડીને (Boat fire) બચાવી શકાઇ નહોતી અને છેવટે દરિયામાં ડૂબી ગઈ હતી. ક્રૂને જણાવ્યા પ્રમાણે હોડીમાં એન્જીન રુમમાં આગ લાગી હતી અને આગ બહુ ઝડપથી ફેલાઇ રહી હોવાથી તેમની પાસે પ્રતિક્રિયા માટે સમય રહ્યો નહોતો. ક્રૂને ICGS રાજરતન દ્વારા 12 માર્ચ ના રોજ અંદાજે 3 કલાકે પોરબંદર લાવવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….સુરતમાં ચાલુ બાઇકે યુવક અને યુવતી નું સ્ટન્ટ ( Stunts) હવે પોલીસ કાર્યવાહી.. જુઓ વિડિયો