jitu vaghani

Corona in school: સ્કૂલોમાં વધતા કોરોનાના કેસ વચ્ચે શિક્ષણમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું- ઓફલાઈન શિક્ષણ બંધ નહી થાય

Corona in school: જીતુ વાઘાણીએ જણાવ્યું કે,’શાળામાં વાલીઓએ સહમતી પત્ર આપ્યા જ છે અને ફરીથી સંમતિપત્ર લેવામાં આવશે’.

ગાંધીનગર, 23 ડિસેમ્બરઃ Corona in school: ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે. ખાસ કરીને શાળાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં 35થી વધુ બાળકો સંક્રમિત થતા વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. પરિણામે વાલીઓની સ્થિતિ કપરી છે કે શાળામાં બાળકોને મોકલવા કે નહી કારણ કે તેમને અગાઉથી જ સંમતિપત્ર આપ્યુ છે મોકલવાની જવાબદારી પણ તેમની જ છે. આ સંજોગોમાં સંચાલકો અને સરકાર શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી ફરી ઓનલાઈન ચાલુ કરવાને બદલે વાલીઓના ભરોશે શાળાઓ ચલાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટના પ્રવાસ દરમિયાન એક ગુજરાતી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,’શાળામાં વાલીઓએ સહમતી પત્ર આપ્યા જ છે અને ફરીથી સંમતિપત્ર લેવામાં આવશે’.

છેલ્લા કેટલાક સમયથી શાળાનાં બાળકો કોરોના સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈ શાળાઓમાં કોવિડ ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરવાના આદેશો અપાયા છે. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા આ મામલે ખાનગી શાળાઓમાં ચેકીંગ ડ્રાઈવ યોજવા જણાવાયું છે. હાલ શાળાઓ વાલીઓની સંમતિથી શરૂ કરવામાં આવી છે. પરંતુ કેસો વધ્યા બાદ ફરીથી એકવાર વાલીઓનાં સંમતિપત્ર લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Local Vocal Business Community: વડોદરાના ઉદ્યોગ સાહસિકોને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવા શરૂ કરાઈ ‘લોકલવોકલ બિઝનેસ કોમ્યુનિટી’


રાજકોટની સ્કૂલોમાં કોરોનાનો પ્રવેશ થયો છે તેવી પરિસ્થિતિમાં શાળાઓ ચાલુ રાખવી કેટલી યોગ્ય છે. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, શાળામાં આવવાની મંજૂરીના વાલીઓએ સહમતી પત્ર આપ્યા જ છે અને ફરીથી પણ સંમતિપત્ર લેવામાં આવશે. સાથે જ જામનગરમાં થયેલા રેગીંગ કાંડ અંગે કડક પગલાં લેવામાં આવનાર હોવાનું પણ કહ્યું હતું. જ્યામાં રેગીંગની ઘટના ભૂતકાળ બની જાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

જામનગર જ નહીં એક પણ શહેરમાં રેગીંગ ઘટના બને નહીં તે માટે પ્રયત્ન કરવામાં આવશે. અને જામનગર રેગીંગનાં પ્રકરણમાં સામેલ તમામ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. તો સાથે જ રાજકોટમાં ટલ્લે ચડેલા બ્રીજનાં કામો અંગે રિવ્યુ બેઠક યોજી આ કામો ઝડપથી પુરા થાય અને લોકો માટે વૈકલ્પિક રસ્તા સહિતની જરૂરી વ્યવસ્થા કરવાની છે.

Whatsapp Join Banner Guj