Local Vocal Business Community

Local Vocal Business Community: વડોદરાના ઉદ્યોગ સાહસિકોને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવા શરૂ કરાઈ ‘લોકલવોકલ બિઝનેસ કોમ્યુનિટી’

Local Vocal Business Community: ગુજરાતભરના ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવીને તેઓને પોતાના બિઝનેસને વિસ્તૃત કરવા માટે ની જરૂરી તકો આપવા લોકલવોકલ બિઝનેસ કોમ્યુનિટીની શરૂઆત કરવામાં આવી

વડોદરા, 23 ડિસેમ્બરઃ Local Vocal Business Community: ગુજરાતની ધરા એ ધંધાકીય પ્રવૃત્તિઓ માટે સમગ્ર વિશ્વમાં જાણીતી છે ત્યારે ગુજરાતભરના ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવીને તેઓને પોતાના બિઝનેસને વિસ્તૃત કરવા માટે ની જરૂરી તકો આપવા લોકલવોકલ બિઝનેસ કોમ્યુનિટીની શરૂઆત કરવામાં આવી. આકાશ વઘાસીયા અને અજય ઇટાલીયા દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રયાસને આજે સમગ્ર ટીમ દ્વારા દેશભરમાં વિસ્તૃત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

આ વિશે લોકલવોકલ બિઝનેસ ના સિટી હેડ, હિરેન જોશી જણાવે છે કે, માત્ર બાર જ મહિનાના ટૂંકા ગાળામાં આ બિઝનેસ કોમ્યુનિટી ભારતભરમાં 5 કરતાં વધારે શહેરોમાં અંદાજિત ૭૦૦ કરતાં વધારે ઉદ્યોગ સાહસિકોને જોડીને ભારતનું સૌથી ઝડપી વિકસી રહેલું બિઝનેસ કોમ્યુનિટી પ્લેટફોર્મ બન્યું છે.

આ જ કડી મા વડોદરા અને મધ્ય ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને પોતાના બિઝનેસ માટે મંચ પ્રદાન કરવા માટે વડોદરા ખાતે બિઝનેસ કોમ્યુનિટી પ્લેટફોર્મ નું લોન્ચિંગ આજ રોજ કરવામાં આવ્યું હતું. જેમાં હિમાંશુ મેવાડા (જોઈન્ટ કમિશનર એન્ડ જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વડોદરા) તથા નિખિલ સુથાર (ચીફ ઓપરેટિંગ ઓફિસર, વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો – પારુલ યુનિવર્સીટી) જેવા મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી, અને ઉપસ્થિત ઉધોગ સાહસિકોને કપરા સમય માંથી બહાર આવીને ભારતને એક આર્થિક મહાસત્તા તરફથી લઈ જવા તરફ પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચોઃ Omicron case in gujarat: ગુજરાતમાં ગઇકાલે ઓમિક્રોન વેરિયન્ટના 9 નવા કેસ સામે આવતા, મુખ્યમંત્રી યોજી તાત્કાલિક બેઠક- વાંચો વિગત

વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા માટે આ પ્રકારના બિઝનેસ કોમ્યુનિટી પ્લેટફોર્મ એક પાયારૂપ ભૂમિકા ચોક્કસપણે ભજવશે. લોકલ પ્રોડક્ટ્સ ને ગ્લોબલ માર્કેટ આપવાનો આ એક સહિયારો અને અનેરો પ્રયાસ છે જેને તમામ ઉપસ્થિતોએ બિરદાવ્યો હતો.

આ વિશે વધુ જણાવતા લોકલવોકલ બિઝનેસ ના સિટી હેડ ચિંતન મક્કડ કહે છે કે, વડોદરા ના નાના રોકાણકારો, બિઝનેસમેન અને સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોરસ ને કાર્યક્રમ દરમિયાન આયોજિત નેટવર્કિંગ સત્રથી એકબીજાને જાણવાનો અને અલગ-અલગ ક્ષેત્રોની પ્રોડક્ટ વિશે માહિતગાર કરવાનો એક સુંદર અવસર મળ્યો હતો. વડોદરામાં થયેલી આ શરૂઆત હવે દર પખવાડિયામાં આવા જ ઉપયોગી અવસરો નિરંતર પ્રદાન કરતું રહેશે.

Whatsapp Join Banner Guj