COVID sick 1 scaled 1 edited

કોરોના પોઝિટિવ(covid-19 positive) આવ્યા બાદ દર્દીએ શું હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ? આવા પ્રશ્નોનો જવાબ મેળવવા જુઓ આ વીડિયો

ડોક્ટર RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ(covid-19 positive) આવનારા દર્દીઓને જરૂર ન હોય તો હોસ્પિટલમાં દાખલ ન થવાની સલાહ આપી રહ્યા છે કારણ કે મોટાભાગના દર્દીઓ ઘરે રહીને જ સાજા થઈ રહ્યા છે. 

નવી દિલ્હી, 22 એપ્રિલઃ હાલ મોટાભાગનના ઘરમાં એક કોરોના(covid-19 positive) દર્દી છે. આ પરિસ્થિતિમાં ઘણા લોકો ગભરાઇ જાય છે. ખાસ કરીને લોકોની સલાહ, વીડિયો અને અન્ય દર્દી સાથેની સરખામણી વધુ ડર ઉભો કરે છે. પરંતુ ડરવાની જરુર નથી. પેનિક થવાથી તમારી મુશ્કેલી વધી શકે છે. આ સમયે શાંત મન રાખીને પોઝિટિવ થિંકિંગ કરવાની જરુર છે. તે સાથે જે પોઝિટિવ આવે છે તે વ્યક્તિના મનમાં અનેક પ્રશ્નો ઉદ્દભવે છે કે તેણે હોસ્પિટલમાં એડમિટ થવું જોઇએ કે નહીં…?

તો આવા સવાલોના જવાબ માટે જ આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડાઈરેક્ટર ડો.સીએસ પ્રમેશના સૂચનો પર આધારિત કેટલાક સૂચનો આપ્યા છે. વીડિયોમાં સારા પોષણ ઉપરાંત, તરળ પદાર્થ લેવા, યોગ પ્રાણાયામ કરવા, કોવિડ પોઝિટિવ દર્દીને પોતાનો તાવ અને ઓક્સિજન લેવલ ટ્રેક કરવાની સલાહ આપવામાં આવી છે. 

Whatsapp Join Banner Guj
  • વીડિયો સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે જો તમારા બોડીમાં ઓક્સિજન લેવલ 94 કરતા વધુ હોય તો તમારે હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર નથી.
  • આ ઉપરાંત ઓક્સિજન લેવલની સટીક તપાસ માટે દર્દીઓ પોતાના રૂમમાં છ મિનિટ સુધી વોક કર્યા બાદ ટેસ્ટનું સૂચન આપવામાં આવ્યું છે.
  • છ મિનિટ સુધી ચાલ્યા બાદ પહેલાના અને પછીના ઓક્સિજન લેવલમાં 4 ટકા કે વધુ ઉતાર ચઢાવ હોય તો હોસ્પિટલનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
  • વીડિયોમાં કહેવાયું છે કે આ સાથે જ તમે બેડ પર પેટના ભાગે સૂઈ જાઓ. એટલે કે પેટ નીચે અને પીઠ ઉપર. જેનાથી ઓક્સિજનના લેવલમાં સુધારો થશે. 
  • વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે જો દર્દીનું ઓક્સિજન લેવલ બરાબર હોય અને તાવ સિવાય અન્ય કોઈ સમસ્યા ન હોય તો આવા દર્દીને ફક્ત પેરાસિટામોલ લેવાની અને ખુશ રહેવાની જરૂર છે. આ ઉપરાંત તેણે હોસ્પિટલમાં દાખલ થવાની પણ કોઈ જરૂર નથી. 
ADVT Dental Titanium

આ પણ વાંચો…

રેમડેસિવિર અને એમ્બ્યુલન્સ મુદ્દે ગુજરાત સરકાર પર ગુસ્સે થઈ હાઈકોર્ટ(gujarat highcourt), જાણો શું કહ્યું..!