Big Breaking: ગુજરાતમાં કોરોના વકરતા હાઇકોર્ટના નિર્દેશ બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત, 20 નગરોમાં કરફ્યુ (Curfew) રહેશે- સમય થયો ફેરફાર

Curfew

ગાંધીનગર, 06 એપ્રિલઃ હાઇકોર્ટે હાલમાં ગુજરાતની સ્થિતી જોતા લોકડાઉન કરવા અંગે સરકારને ટકોર કરી હતી. જેના પગલે મુખ્યમંત્રીએ સુરતથી ગાંધીનગર આવીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ લોકડાઉન અંગે ખુબ જ મહત્વનો નિર્ણય લીધો હતો. તેઓ નાગરિકો જોગ સંબોધન કરીને લોકડાઉન (Curfew)થશે કે કેમ તે અંગે મહત્વની જાહેરાત કરી હતી.

આ અંગે મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ભારત સરકારની એક ટીમ ગુજરાત આવશે. અમિત શાહે પી.કે મિશ્રા સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકડાઉન કરવી પડે તેવી સ્થિતીનું સર્જન હજી સુધી થયું નથી. પરંતુ કેટલાક મહત્વપુર્ણ નિર્ણયો લેવા ખુબ જ જરૂરી છે. આજથી ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રી કર્ફ્યૂ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂં રહેશે.

ADVT Dental Titanium

આ ઉપરાંત માત્ર ચાર મહાનગરોમાં જ નહી પરંતુ ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂં રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઉપરાંત હવે ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રે કર્ફ્યૂ રહેશે. રાજકોટ, જામનગર, ભાવનગર,ભરુચ,નડિયાદ, આણંદ, ગાંધીધામ, ગાંધીનગર, સુરેન્દ્રનગર,ભૂજ, દાહોદ, મોરબી અને જૂનાગઢમાં પણ રાત્રે 8 વાગ્યાથી કર્ફ્યૂ(Curfew) લાગી પડશે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

Corona case in bollywood: અક્ષયની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, કેટરીનાનો રિપોર્ટ પણ પોઝિટિવ, તો બીજી તરફ કરીનાએ ફેન્સને માસ્ક પહેરવાની કરી અપીલ