rbi mani app 1577965211

તમે જાણો છો MANI એપ વિશે? RBIએ આપી મહત્વની માહિતી

rbi mani app 1577965211

બિઝનેસ ડેસ્ક, 29 જાન્યુઆરીઃ સરકારે નોટબંધી બાદ 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરી હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની વર્ષની રિપોર્ટ અનુસાર ગત વર્ષે જેટલી પણ નકલી નોટ ઝડપાઈ હતી તેમાં સૌથી વઘારે 2000ની નોટ જ હતી. એવામાં સામાન્ય માણસની મુસીબતો વધી જાય છે. જયારે કોઈ બેંક ATMમાંથી 2000 રૂપિયાની નોટ નકલી આવે છે. એટલા માટે બેંકોમાં જઈને ગ્રાહક હંમેશા એ જ સવાલ પુછે છે કે શું કોઈ એપ એવી છે જેમાં અસલી અને નકલી નોટનો ખ્યાલ આવી શકે. જેને લઈને RBIએ હવે પોતાની વેબસાઈટ પર જાણકારી આપી છે.

Whatsapp Join Banner Guj

RBIનું કહેવુ છે કે મોબાઈલ એડેડ નોટ આઈડેન્ટિફાયર – (મનિ) એક એપ છે.પરંતુ આ એપ દ્રષ્ટિહિન લોકો માટે છે. આ નિ:શુલ્ક એપ્લીકેશનને એકવાર ઈન્સ્ટોલ કર્યા બાદ ઈન્ટરનેટની જરૂરીયાત નથી હોતી. આ એપ નોટના આગળ અને પાછળના ભાગની તપાસ કરીને મહાતમા ગાંઘી શૃખંલા તથા મહાતમા ગાંઘી શૃંખલાના બેંક નોટોના મુલ્યવર્ગોની ઓળખ કરવામાં સક્ષમ છે. જેમાં પ્રકાશની વિભિન્ન પરીસ્થિતીઓ હેઠળ અલગ-અલગ ખુણામાંથી પકડાયેલા અડધા વળેલી નોટોની ઓળખ કરાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ મોબાઈલ એપ કોઈપણ નોટને અસલી કે નકલી હોવાનું પ્રમાણિત નથી કરતું.

ભારતીય નોટમાં કેટલાક એવા ફીચર્સ રહેલા હોય છે જેનાથી દ્રષ્ટિહિનો તેની ઓળખ કરી શકે છે. તેમાં તેની પ્રન્ટિંગ, નોટની સાઈઝ, પેટર્ન વગેરે સામેલ છે. ટેકનોલોજીની પ્રગતિએ ભારતીય નોટોને નેત્રહિનો માટે સુલભતા વધી ગઈ છે. જેમાં તેને દરરોજ કરાનારા ટ્રેન્ઝેકશનમાં સુવિધા મળશે. 6 જૂન 2018એ રીઝર્વબેંકની ડેવલોપમેન્ટ એંડ રેગ્યુલેટરી પોલીસીના નિવેદનમાં MANI એપમાં એલાન કરવામાં આવ્યુ હતું.

Whatsapp Join Banner Guj

આ એપની મદદથી મહાત્માં ગાંધી સીરીઝ અને મહાત્મા ગાંધી ન્યૂ સીરીઝના નોટોનું મૂલ્યવર્ગ એટલે કે, આ નોટ કેટલા રૂપિયાની છે, તેની ઓળખ કરવામાં મદદ મળે છે. આ નોટનો આગળના અથવા પાછળના ભાગને તપાસ કરવાથી ઓળખ થશે. તેમાં અડધી વળેલી નોટ અને કોઈપણ પ્રકાશની સ્થિતીમાં ઓળખ થઈ શકે છે.

તેમાં ઑડિયો નોટીફિકેશન દ્વારા નોટ કેટલાની થે તે ઑડિયો હિંદી અને અંગ્રેજી બંન્ને ભાષાઓમાં હોય છે. જે લોકોને સાંભળવામાં પરેશાની થાય છે. તેની માટે વાઈબ્રેશનનો મોડ રહેલો છે. આ મોબાઈલ એપને વોઈસ કંટ્રોલ દ્વારા નેવિગેટ કરી શકાય છે. ઓપરેટીંગ સિસ્ટમ વોઈસ ઈનેબલ્ડ કંટ્રોલને સપોર્ટ કરે છે. જેથી તમે એપ્લીકેશનના ફીચર્સનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો…

છોટુ વસાવાની સરકારને ચેતવણી, કહ્યું- ટિકૈતને કઇ થશે તો આદિવાસીઓ રસ્તામાં ઉતરશે અને ગુજરાતમાં શરૂ થશે ખેડૂત આંદોલન