Plasma Ankur

પ્લાઝમા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે

સ.સં. ૧૫૯૫
  • પ્લાઝમા ડોનેટ કરી સામાજિક જવાબદારીનુ વહન કરતા ડો. અંકુર પારેખ :  બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કરવાની દર્શાવી તત્પરતા
  • “પ્લાઝમા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે”: ડો. અંકુર પારેખ

 સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ

રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: કોરોના વાયરસથી સંક્રમીત દર્દીઓમાં પ્લાઝમા થેરાપી ઘણી અસરકારક સાબિત થઈ રહી છે,  ત્યારે કોરોના વાયરસથી સ્વસ્થ બનેલ અનેક લોકો પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવી રહ્યા છે. આવા જ એક ડોક્ટર છે અંકુર પારેખ. તેમણે પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કરવાની સાથે બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કરવાની તત્પરતા દર્શાવી છે. આમ, આ માહામારીમાં અન્યોની જીવનરક્ષાના સેવાયજ્ઞમાં ડો. અંકુર પારેખ જેવા અનેક કર્મયોગીઓ યથાયોગ્ય  આહુતિ આપી રહ્યા છે.   

Plasma Ankur

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર મેળવી સ્વસ્થ બનેલા ડો. અંકુર પારેખ કહે છે કે, ૯ જુલાઈના રોજ મારો કોરોના રિપાર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી સિવિલ હોસ્પિટલમાં ઉત્તમ સારવાર મેળવી, એક અઠવાડિયા સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ બન્યો હતો. રાજય સરકારની સારવાર થકી સાજા થયેલા ડોકટર અંકુર પારેખ આરોગ્ય વિભાગના નિસ્વાર્થ કાર્ય દ્વારા સ્વસ્થતા મેળવવાના ઋણને કેમ ચુકવવું તે બાબતે મીઠી મુંઝવણ અનુભવતા હતા. પ્લાઝમા ડોનેશન માટે રાજય સરકાર અને આરોગ્ય વિભાગની અપીલ જોઇને તેમણે આશરે દોઢેક માસ બાદ પ્લાઝમા ડોનેટ કરી સમાજના ઋણને ચુકવવાનું પ્રેરક કાર્ય કર્યુ છે.

પ્લાઝમા ડોનેટ કરવાને વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ ગણાવતા ડો. પારેખ કહે છે કે, એક ડોક્ટર તરીકે પ્લાઝમા ડોનેશનની મહત્તાથી હુ; ખૂબ સારી રીતે પરિચિત છું. કોરોના વાયરસ દર્દીઓના ફેફસાને અસર કરે છે ત્યારે તેમાંથી રિકવરી મેળવવા માટે પ્લાઝમા થેરાપી ખૂબ અસરકારક પુરવાર થઈ રહી છે. મારા શરીરમાં વિકસિત થયેલા એન્ટીબોડી અન્યોની જીવનરક્ષા માટે ઉપયોગી શઈ શકે તેનાથી ઉત્તમ શું હોય ? આ સાથે તેમણે યુવાનો અને શિક્ષિત લોકોને પ્લાઝમા ડોનેટ કરવા માટે અનુરોધ કર્યો હતો.

loading…

રાજકોટ સિવિલ હોસ્પિટલમા પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવાત હિરલબેન ચૌહાણ કહે છે કે, કોરોના વાયરસથી સ્વસ્થ બનેલા લોકો ૨૮ દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. તેમજ પ્લાઝમા ડોનર માટે સેપરેટ કીટનો ઉપયોગ કરવામા આવે છે જેથી ઈન્ફેક્શનનો કે અન્ય કોઈ ભય રહેતો નથી.