ambaji gold donation 2

Donation of gold: શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે એક માઇભકતે 251 ગ્રામ સોના નું દાન અર્પણ કર્યું

Donation of gold: વાઘેલા પરિવાર કોરોના માં સપડાયો હતો તે સમય માં અંબે નો સ્મરણ કરી યથાશક્તિ યોગદાન આપવાનો નિર્ણય કર્યો હતો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૧ સપ્ટેમ્બર:
Donation of gold: શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે એક માઇભકતે 251 ગ્રામ સોના નું દાન અર્પણ કર્યું છે આ દાતા સાણંદના કણેરી ગામના રહેવાસી જીતેન્દ્રસિંહ વાઘેલાનો પરિવાર કોરોના માં સપડાયો હતો ને યોગા નુ યોગ તેઓ તમામ કોરોના મુક્ત બન્યા હતા અને તે સમય માં અંબે નો સ્મરણ કરી અંબાજી મંદિર ને જે સુવર્ણમય બનાવની કામગીરી ચાલી રહી છે તેમાં યથાશક્તિ યોગદાન આપવાનો નિર્ણય કર્યો હતો

Jitendra vaghela Family,Donation of gold ambaji

અને આજે સમગ્ર પરિવાર કોરોના મુક્ત સ્વસ્થ થયા બાદ માં અંબે ના મંદિરે દર્શને પહોંચ્યા હતા અને સાથે 251 ગ્રામ સોનુ અંદાજે કિંમત રૂપિયા 12 લાખ ઉપરાંત નું સોનુ માતાજીના દર્શન કરીને મંદિર ટ્રસ્ટ ને અર્પણ કર્યું હતું જે સોનું મંદિર ના ટેમ્પલ ઈન્સપેકટર સતિષ ગઢવી ને સુપ્રત કરવામા આવ્યુ હતુ

Donation of gold ambaji

એટલુંજ નહીં પોતાનો પરિવાર કોરોના મુક્ત થતા તેમણે ગુજરાત જ નહીં પણ વિશ્વ કોરોના મુક્ત બને તેવી માં અંબે ના પ્રાર્થના કરી છે સાથે પોતાનું સામાન્ય યોગદાન અંબાજી મંદિર સુવર્ણમય બની રહ્યું છે તેમાં રહે તેવી પણ પોતે ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો…Nusrat Jahan:TMC સાંસદ નુસરત જહાંને બાળકના પિતાનું નામ પૂછતા જ એક્ટ્રેસ ભડકી, મહિલાના ચરિત્ર્ય વિશે કહી આ મોટી વાત- વાંચો વિગત

Whatsapp Join Banner Guj