EqJkQS4UwAAlNev edited scaled

રાષ્ટ્રપતિ કોવિંદ દીવની મુલાકાતે, કહ્યું-દીવ સાથેની પ્રવાસીય યાદ અને લોકોનો સ્નેહ મને અહીં ખેંચી લાવે છે

EqJkQS4UwAAlNev edited scaled

દીવ, 26 ડિસેમ્બરઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસ માટે સંઘ પ્રદેશ દીવની મુલાકાતે હતા. અહીં આવીને તેઓએ અનેક કાર્યનું લોકાર્પણ કર્યું તેમજ પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દીવ કલેક્ટરને બ્લુ ફલેગ સર્ટીફીકેટ એનાયત કરાયુ હતું. દીવના ઓડિટોરિયમ સેન્ટર ખાતે કોવિડ-19ના નિયમોના પાલન સાથે કાર્યક્રમ યોજાયો હતો.

દીવના ઇતિહાસ ને ઉજાગર કરતા પુસ્તકનુ પણ રાષ્ટ્રપતિના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ભાષણની શરૂઆત કેમ છો કહીને કરી હતી અને દીવ દેશ દુનિયાના નકશામાં ઝગમગતું જોવા મળી રહ્યુ છે. તે ગૌરવની વાત હોવાનું પણ રાષ્ટ્રપતિએ કહ્યુ હતું. રાષ્ટ્રપતિએ આ કાર્યક્રમના ફોટા પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા હતા.

આ પણ વાંચો…

વિશ્વનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ હવે ભારતના આ રાજ્યમાં બનશે, અહીં પુરુષ હોકી વર્લ્ડ કપ 2023 રમાશે