Exam postponed: ગાંધીનગર મનપાની જુનિયર ટાઉન પ્લાનરની પ્રાથમિક પરીક્ષા હાલ પુરતી સ્થગિત રખાઈ- વાંચો વિગત

Exam postponed: GPSC દ્વારા આપવામા આવેલી માહિતી મુજબ જુનિયર ટાઉન પ્લાનર વર્ગ -2 અનેપ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ -3ની પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે

ગાંધીનગર, 22 ડિસેમ્બરઃ Exam postponed: ગાંધીનગર મહાનગર પાલિકામાં આગામી 2 જાન્યુઆરી અને 9 જાન્યુઆરીના રોજ યોજાનારી જુનિયર ટાઉન પ્લાનર (JTP)ની ભરતીના નિયમોમાં ફેરફાર થવાની શક્યતા હોવાથી તેની પ્રાથમિક પરીક્ષા હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી છે. તે જ રીતે અન્ય જાહેરાતોમાં જગ્યાની સંખ્યામાં ફેરફાર થવાની GMC તરફથી આયોગને જાણ કરવામાં આવી હોય PTના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. એમ GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને જણાવ્યું છે.

આ અંગે GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટમાં લખ્યું કે ‘JTP તથા પ્લાનીગ આસીસ્ટન્ટના ભરતી નિયમોમાં ફેરફાર થવાની શક્યતા હોઈ, પરીક્ષા હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી છે. તે જ રીતે અન્ય જાહેરાતોમાં જગ્યાની સંખ્યામાં ફેરફાર થવાની GMC તરફથી આયોગને જાણ કરવામાં આવી હોય PTના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. GPSC દ્વારા આપવામા આવેલી માહિતી મુજબ જુનિયર ટાઉન પ્લાનર વર્ગ -2 અનેપ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ -3ની પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. આ કસોટીઓએ માં જગ્યાની સંખ્યા વધારવાની હોવાથી કસોટીઓ મોકૂફ રાખવામાં આવી છે અને તેનો આગામી નિર્ણય ગાંધીનગર મનપા દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ 10th-12th Board Exam: ધો. 10-12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં બદલાવ, હવે આ તારીખથી શરૂ થશે બોર્ડની એક્ઝામ

હેડ ક્લાર્કની ભરતી સરકારે રદ કરી

રાજ્યમાં હેડક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાથી યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા અંગે પુરાવાઓના આધારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ તપાસમાં પેપર ફોડનાર આરોપીઓ સામે ધરપકડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનના રાજીનામાં અંગે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.


માહિતી ખાતાની ક્લાસ-1 અને 2ની ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટની રોક

ગુજરાતમાં હેડકલાર્કની ભરતી પરીક્ષામાં પેપર ફુટી નીકળ્યાની ઘટના બાદ સરકારે પરીક્ષા રદ કરી છે. તેની સાથે રાજયમાં હાલમાં લેવાયેલી માહિતી ખાતાની વર્ગ 1 અને 2ની ભરતી પ્રક્રિયામાં મેરીટના આધારે ઉમેદવારોને પાસ જાહેર કરીને તેઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે તે સમયે પાસ ન થયેલા અનેક ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે રૂબરૂ ઈન્ટરવ્યુ નવેસરથી લેવા તથા વેઈટીંગ લીસ્ટ પણ બનાવવાની માંગણી કરી હતી. આ બાબતે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને હાઈકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.

Whatsapp Join Banner Guj