Omicron variants

omicron cases in india: દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના હવે 220 કેસ, કેન્દ્ર સરકારે રાજ્યોને આપી આ સલાહ

omicron cases in india: મહરાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોન વેરિએન્ટના નવા 11 કેસ સામે આવ્યા હતા

નવી દિલ્હી, 22 ડિસેમ્બરઃ omicron cases in india: દેશમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધીને 220 થઈ ગયા છે.હવે દેશના 14 રાજ્યોમાં આ વેરિએન્ટનો ફેલાવો થયો છે.મહરાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોન વેરિએન્ટના નવા 11 કેસ સામે આવ્યા હતા

દરમિયાન ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને ચતેવણી આપી છે.તેમાં કહેવાયુ છે કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ત્રણ ગણો વધારે ઝડપથી ફેલાય છે અને એટલે જ સ્થાનિક તેમજ જિલ્લા સ્તર પર આકરા નિયંત્રણોની જરુર છે.ખાસ કરીને જાહેર સભાઓ, લગ્નો તેમજ અંતિમ સંસ્કાર જેવા પ્રસંગોમાં લોકોની સંખ્યા ઓછી કરવાની જરુર છે.

બીજી તરફ આવતીકાલે, ગુરુવારે પીએમ મોદીએ ટોચના અધિકારીઓ સાથે કોરોનાના મુદ્દે ચર્ચા કરવા માટે એક બેઠક પણ બોલાવી છે.

આ પણ વાંચોઃ Exam postponed: ગાંધીનગર મનપાની જુનિયર ટાઉન પ્લાનરની પ્રાથમિક પરીક્ષા હાલ પુરતી સ્થગિત રખાઈ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj