happy lady stylish skirt boater posing pink wall

Girls clothes: છોકરીઓએ કેવો પહેરવેશ અપનાવવો જોઇએ તે વિશે હું અહીં કહેવા માગું છું!: પૂજા પટેલ

શીર્ષક:- છોકરીઓના કપડાં (Girls clothes)

https://gujarati.deshkiaawaz.in/mahatva-ni-vaat/girls-clothes/96499/

Girls clothes: હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે (ખાસ કરીને છોકરીઓ ) રોજેરોજ જોઇએ જ છીએ અને સાથે સાથે અનુભવીએ પણ છીએ!

છોકરીઓએ કેવો પહેરવેશ (Girls clothes) અપનાવવો જોઇએ તે વિશે હું અહીં કહેવા માગું છું! કેમ કે છોકરીઓ કેવાં કપડાં પહેરશે તે પણ લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે! તેઓનાં માં બાપ પણ લોકોનું વિચારીને પોતાની છોકરીઓને કપડાં નથી પહેરવાં દેતા જેવાં તેઓને નવી ફેશન પ્રણાલી અનુસરીને પહેરવાં હોય છે! અહીં વાંક લોકોનો છે; તેઓની જજમેન્ટ કરવાની આદતનો છે.

ઘરની બહાર નીકળીને એક એક ડગલું આગળ માંડતી વખતે માત્ર છોકરીઓને જ વિચાર કરવાનો કે મને લોકો કેવી રીતે જજ કરશે અને મારી માટે વિચારો બનાવશે તો હું શું કરીશ? એટલે કે લોકોનું વિચાર કરી કરીને શું પોતાની ઈચ્છાઓની બલિ ચઢાવી દેવાની?

જો છોકરાની વિચારસરણી અને નિયત બંને જ ખરાબ હોય તો તેને ઘરમાં રહેવાની જરૂર છે ને જ્યાં સુધી તેની નિયત અને વિચારસરણી ન સુધરે ત્યાં સુધી! એમાં છોકરીનો શું વાંક? શા માટે તે ઘરની બહાર પગ ન મૂકી શકે?

૧)બ્રાની પટ્ટી દેખાય તો ટોકવાનું!, (Girls clothes) નિયત સામેવાળાની જોવી જોઈએ કે બ્રાની પટ્ટી દેખાય તો એને એ અલગ નજરથી ન જોવી જોઈએ કે સામે ઊભેલી છોકરી/ સ્ત્રીને શરમ આવે !

૨) ક્રોપ ટોપ પેરે તો પેટ અને કમર દેખાય છે; અરે ક્રોપ ટોપ ની સાથે હાઈ વેઇસ્ટ જીન્સ પણ આવે છે જે અમે છોકરીઓ અમારા શરીર પર ધારણ કરીએ છીએ, સાવ પેટ અને કમર નથી દેખાતી હોતી અમારી! બીજી મહિલાઓ સાડી પહેરે તો શું તેઓના પેટ અને કમર નથી દેખાતા?

૩) સ્લીવલેસ ટોપ કે ટી શર્ટ નહીં પહેરવાના! તો આખો દિવસ ભર ઉનાળામાં કોઈ છોકરી શું ફૂલ સ્લીવનાં કપડાં પહેરે એ પણ પોતાની નહીં પણ બીજાં લોકોની સુવિધા માટે પોતે આરામદાયક કપડાંનો ત્યાગ કરે?

૪) સાડી અથવા સલવાર કમીઝ પહેરે તો સંસ્કૃતિનું ગૌરવ અને જીન્સ ટી શર્ટ અથવા ક્રોપ ટોપ કે શર્ટ પહેરે તો સંસ્કૃતિનું અપમાન! આ તો ક્યાંનો ન્યાય છે?
પરિવર્તન એ સંસારનો નિયમ છે તો છોકરીઓ નવી ફેશન ન અપનાવી શકે?

૫) અમને છોકરીઓને ફેશન અનુસરીને કપડાં પહેરવાનું ભાન છે; અમે રોજિંદા જીવનમાં એવાં કોઈ જ ફેશનનાં ટ્રેન્ડ નથી અનુસરી રહ્યા કે જેથી જાહેરમાં અમારો ચર્ચાનો વિષય બનાવવામાં આવે!

એવામાં જો કોઈ છોકરો છેડતી કરે એટલે તેને ઘરની બહાર નહીં નીકળવાનું! કારણ? તેની હવે સમાજમાં ઈજ્જત નથી રહી! છેડતી છોકરાઓ કરે તો તેમની ઈજ્જત જવી જોઈએ ન કે તે છોકરી ની કે જેની છેડતી કરવામાં આવી છે. અરે અમુક નકામાં નવરાં છોકરાઓની નજર છોકરીઓના કપડાં કે જે દોરી પર સુકાતાં હોય છે તેની ઉપરથી જ નથી હટતી, પછી તો વાત જ શું કરવી આગળ?

આ પણ વાંચો:Remember student life: શું તમે જીવનમાં ક્યારેક બંક માર્યો છે?

બસમાં ભીડભાડમાં છોકરાઓ સાથે સાથે અમુક બીજાં પુરુષો પણ હોય છે કે જે છોકરીઓને બીજી નજરોથી જોતાં હોય છે તેને લીધે શું અમારે છોકરીઓએ ભણવાનું કે નોકરી, બિઝનેસ મૂકી દેવાના!?

સમય અત્યારે બદલાઈ રહ્યો છે તો લોકોએ પણ પોતાની વિચારસરણીને બદલવાનું છે! ચાર લોકો અમને અલગ નજરોથી જોવે અને પાંચ લોકો અમારી વાતો કરે એમાં વાંક એમનો છે તો એમને શરમ આવવી જોઈએ! અમે જ્યારે કશું કર્યું જ નથી, અમારો કોઈ વાંક પણ નથી તો ઘરની બહાર નીકળવા પર વિચાર વિમર્શ ન કરવો જોઈએ કેમ કે તેની જરૂર પણ નથી!

આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી!
(આ લેખ લેખકના પોતાના અભિપ્રાય પર આધારિત છે।)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *