White and yellow ghee benefits

Side Effects Of Ghee: આ લોકોને ટાળવું જોઈએ ઘી નું સેવન, નહીંતર….

Side Effects Of Ghee: જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો ભૂલથી પણ ઘીનું સેવન ન કરવું જોઈએ

હેલ્થ ડેસ્ક, 05 ઓક્ટોબરઃ Side Effects Of Ghee: ભારતીય ખોરાકમાં ઘણા પ્રકારના તેલ અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. દેશી ઘી પણ આપણા આહારનો મહત્વનો ભાગ છે. તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. આયુર્વેદ અનુસાર ઘી માં અનેક ઔષધીય ગુણો પણ જોવા મળે છે.

સ્વાસ્થ્ય લાભો આપવા ઉપરાંત ઘી ભોજનનો સ્વાદ પણ વધારે છે. આ જ કારણ છે કે લોકો રોટલી, પરાઠા, દાળ અને વાનગીઓમાં ઘી ઉમેરીને ખાવાનું પસંદ કરે છે. તેમાં વિટામિન A, C, D, K જેવા ઘણા પોષક તત્વો અને ખનિજો મળી આવે છે.

ઘરે બનાવેલ શુદ્ધ દેશી ઘી ખાવાના ઘણા ફાયદા છે. તે કબજિયાત અને સાંધાનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ભોજનના સ્વાદમાં વધારો કરે છે. જોકે ઘી ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો હોવા છતાં પણ એ જરૂરી નથી કે તેનાથી બધાને સરખો ફાયદો થાય. કેટલાકને ફાયદાના બદલે નુકસાન થવા લાગે છેે. જો તમે તમારા રોજિંદા આહારમાં દેશી ઘીનો સમાવેશ કરો છો, તો જાણો ક્યા લોકોએ ઘી ખાવાનું ટાળવું જોઈએ…

પાચન સમસ્યાઓ

જો તમે અપચો વગેરે જેવી પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો ભૂલથી પણ ઘીનું સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં, પાચન અથવા પેટ સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં, ઘી ખાવાથી તમારી સમસ્યા વધી શકે છે.

ફેટી લીવર અથવા લીવર સિરોસિસ

જો તમે નોન-આલ્કોહોલિક ફેટી લિવરના દર્દી છો અથવા લિવર સિરોસિસ જેવી ગંભીર બીમારીના શિકાર બન્યા છો તો આ સંજોગોમાં ઘીનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં. ફેટી લીવરની સમસ્યાના કિસ્સામાં ઘી ઝેર જેવું કામ કરે છે અને નુકસાન પહોંચાડે છે.

મોસમી તાવ હોય તો ઘી ન ખાઓ

જો તમે શરદી કે મોસમી તાવથી પરેશાન છો તો દેશી ઘી બિલકુલ ન ખાઓ. મોસમી તાવ અને શરદીમાં શરીરમાં કફની માત્રા વધી જાય છે અને ઘી આ કફને વધુ વધારવા લાગે છે. તેથી, ઉધરસ અને તાવની સ્થિતિમાં ઘીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.

હીપેટાઇટિસ

હેપેટાઇટીસ થી પીડિત વ્યક્તિએ પણ ઘી ખાવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં, જો તમે હેપેટાઇટિસથી પીડાતા હોય ત્યારે ઘી ખાઓ છો, તો તે તમારી સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આ સ્થિતિમાં, લીવરમાં સોજાને કારણે, તે ભારે વસ્તુઓને પચવામાં અસમર્થ હોય છે.

ગર્ભાવસ્થા અને કોલેસ્ટ્રોલ

જો તમે ગર્ભવતી હો તો શરુઆતના મહિનામાં તમારે ઘી ખાવાનું પણ ટાળવુું જોઈએ. ખરેખર, શરુઆતમાં ઘી ખાવાથી તમારું વજન વધી શકે છે. આ સિવાય જો તમે હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો ઘીનું સેવન ન કરો. કારણ કે આના કારણે શરીરમાં સેચ્યુરેટેડ ફેટી એસિડ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ

જો તમે હાઈ બ્લડ પ્રેશર અને હાઈપરટેન્શનથી પરેશાન છો તો તમારા આહારમાં દેશી ઘીનો સમાવેશ ન કરો. હેલ્ધી ફેટ હોવા છતાં તે નસોને બ્લોક કરવા લાગે છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો રહે છે.

નોધઃ (આ લેખમાં દર્શાવેલ સૂચનોને અનુસરતા પહેલા ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો)

આ પણ વાંચો… Ujjwala Yojana Subsidy: દિવાળી પહેલા મોદી સરકારની ભેટ, ઉજ્જવલા લાભાર્થીઓને હવે મળશે આટલી સબસિડી…

Gujarati banner 01