yog junagadh

Narasing mehta university and gujarat yog board MOU: જૂનાગઢ-યોગને પ્રોત્સાહન આપવા માટે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે એમ.ઓ.યુ. થયા

અહેવાલ: સાગર ઠાકર

Narasing mehta university and gujarat yog board MOU: જીવનમાં યોગને સ્થાન આપવાથી શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે: કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી

જૂનાગઢ, ૨૫ ડિસેમ્બર: Narasing mehta university and gujarat yog board MOU: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભારતે સમગ્ર વિશ્વને યોગનું મહત્વ સમજાવ્યું છે અને જીવનમાં યોગને સ્થાન આપવાથી શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે.

yog junagadh 2

સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવાનો શ્રેય પણ ભારતને ફાળે જાય છે. કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીએ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવીને પહેલું સુખ તે જાતે નર્યા બાબતને સાર્થક કરવા આહવાન કર્યું હતું.

આ પણ વાંચો: Ambaji death story: અંબાજી માં મૃત્યુ સમજેલો વ્યક્તિ જીવીત નીકળ્યો. .

અતિથિ વિશેષ તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો..એન. કે. ગોંટીયા હાજર રહ્યા હતાં. યોગને પ્રોત્સાહન આપવા માટે અને વિદ્યાર્થીઓ યોગને જીવનમાં કાયમી સ્થાન આપે તે હેતુથી યોગના પ્રચારાર્થે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ) પણ કરવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj