Drone 1801

બનાસકાંઠા માં હવે ખનીજ ચોરો સામે તીસરી આંખ …ડ્રોન કેમેરા વડે ખનીજ ચોરી ઝડપી પાડી.

બનાસકાંઠા માં હવે ખનીજ ચોરો સામે તીસરી આંખ …

ડ્રોન કેમેરા વડે ખનીજ ચોરી ઝડપી પાડી,

સરકાર ના વિશ્વાસુ અધિકારી સુભાષ જોશી એ સરકાંર ને આવક અનેક ગણી વધારી આપી..

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૧૮ જાન્યુઆરી:
બનાસકાંઠા માં ભૂસ્તર વિભાગ દ્વારા કરોડો ની ખનીજ ચોરી ઝડપ્યા બાદ હવે ખનીજ ચોરી ને ઝડપવા ડ્રોન નો ઉપયોગ શરૂ કર્યો છે અને શરૂઆત માં જ લાખો ની ખનિજચોરી ઝડપી પાડી હતી..

Whatsapp Join Banner Guj

ગુજરાત માં સૌથી વધુ ખનીજ કચ્છ અને બનાસકાંઠા માં આવેલ છે જેમાં બનાસકાંઠા માં ખાસ કરીને રેતી અને બિલ્ડીંગ મટીરીયલ,માર્બલ સહિત 462 લીજ સરકારે મંજુર કરેલ છે.અને વર્ષોથી સરકાર ની રોયલ્ટી ભરીને લીજ ધારકો ખનીજ નું ખોદકામ કરતા હોય છે પરંતુ બનાસકાંઠા માં ખનીજ ચોરી થતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે ત્યારે બે વર્ષ અગાઉ બનાસકાંઠા માં સરકાર ના વિશ્વાસુ ગણાતા ભૂસ્તર અધિકારી તરીકે સુભાષ જોશી ને મુકવામાં આવ્યા હતા અને તેમના આવ્યા બાદ ભુમાફીયાઓ ને ઝડપવા રાતદિન એક કરીને ખનીજ ચોરી ઝડપવા સાથે સરકારની આવક વધારવા માટેના પ્રયત્નો શરૂ કરતાં

GEL ADVT Banner

પ્રથમ વર્ષે જ રૂ 70 કરોડ રોયલ્ટી આવક સાથે બનાસકાંઠા ના ઇતિહાસ ની સૌથી વધુ આવક મેળવી હતી અને બીજા વર્ષે એટલે કે કોરોના કાળ માં લિજો બંધ હોવા છતાં 51 કરોડ ની આવક રોયલ્ટી માં ઉભી કરી હતી સાથે 233 કેશ કરીને 3,31 કરોડ નો દંડ વસુલ કરેલ આમ સરકારને કરોડોની આવક ઉભી કરેલ જોકે હવે ખનીજ ચોરો ખનીજ ની ટિમ પર વોચ રાખતા અને ખનીજ ચોરો ને જડપવામાં મુશ્કેલી ઉભી થતા હવે તીસરી આંખ સમાન ગણાતા ડ્રોન કેમેરા નો ઉપયોગ શરૂ કરીને શરૂઆત માં જ ત્રણ ખનીજ ચોરી ને ઝડપી પાડી રૂ 12 લાખની ખનીજ ચોરી ઝડપી પાડેલ.

જોકે આ બાબતે બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે ખનીજ ચોરી સાથે રોયલ્ટી વધારવાના પ્રયત્નો કરેલ અને હવે ડ્રોન નો ઉપયોગ કરીને પણ ખનીજ ચોરી કરતા ઈસમો સામે લાલ આંખ કરી છે..

આ પણ વાંચો….અમદાવાદ-ગાંધીનગર ફેઝ-ર અને સુરત મેટ્રો રેલનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી