Chharanagar case edited

છારાનગર પોલીસ દમન કેસ મામલો આજે ચાર સાક્ષીઓએ મેટ્રો કોર્ટમાં ફિટ જુબાની આપી

Chharanagar case edited

છારાનગર પોલીસ દમન કેસ મામલો

  • PSI મોરીએ ઘરમાંથી બહાર કાઢી દંડે દંડે ફટકાર્યા હોવાની સાક્ષીઓની કોર્ટમાં જુબાની
  • આજે ચાર સાક્ષીઓએ મેટ્રો કોર્ટમાં ફિટ જુબાની આપી
  • જેસીપી અશોક યાદવ,પીઆઇ વિરાની, પીએસઆઈ ડી.કે.મોરી અને ઘીલ્લોન સહિત સામે પોલીસે માર માર્યાની કરી હતી ફરિયાદ

અહેવાલ: રામ કિશોર શર્મા

અમદાવાદ, ૧૮ જાન્યુઆરી: શહેરના કુબેરનગર વિસ્તારના છારાનગરમાં સરદારનગર પોલીસે માસૂમ નિર્દોષ લોકોને ઘરમાં ઘુસી ઘૂસીને PSI મોરીએ દંડે દંડે ફટકાર્યા હોવાની ચાર સાક્ષીઓએ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પી.બી.પટેલ સમક્ષ જુબાની આપી હતી.વધુ 5 સાક્ષીઓને કોર્ટે સમન્સ જારી કર્યા છે.વધુ સુનાવણી 30 મી જાન્યુઆરીએ હાથ ધરાશે.

Whatsapp Join Banner Guj

બનાવની વિગત એવી છે કે,ગઈ તા.27મી જુલાઇ 2018ની રાત્રીએ છારાનગર વિસ્તારમાં પી.એસ આઈ ડી.કે મોરી પોલીસ રેડ દરમ્યાન સન્ની નામના શખ્સ સાથે કારની લાઈટ મારવા મામલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મોરીએ કંટ્રોલ મેસેજ કરી એવી જાહેરાત કરી હતી કે,150 જેટલા લોકોએ પોલીસ પર હુમલો કરી માર મારવામાં આવ્યો છે.ત્યારે સેક્ટર 2 ના જે.સી.પી. અશોક યાદવે તેમના તાંબાના પોલીસ અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા.ત્યારે પોલીસે કોઈ પણ ખરાઈ કર્યા વગર ઘર સુઈ રહેલા લોકોને ઘર માંથી બહાર કાઢી માર માર્યા હતા.ઘર બહાર પાર્ક કરેલા વાહનોની તોડ ફોડ કરી હતી.પોલીસે 29 લોકોની ધરપકડ કરી હતી.આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે માર માર્યાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના2 વર્ષ બાદ કોર્ટે કુલ 10 સાક્ષીઓએ જુબાની આપી છે.આજે અવિનાશ બાટુંગે,નિલેશ લગજી માછરેકર, સન્ની રાજેશ ભોગેકર અને હિતેશ રવિન્દ્ર તમંચે એ કોર્ટમાં જુબાની આપી હતી.સાક્ષીઓ તરફે અડવોકેટે જ્યેન્દ્ર અભવેકર હાજર રહ્યા હતા. સાક્ષીઓ એ કોર્ટમાં ફિટ જુબાની આપી હતી.PSI મોરીએ ઘરમાં સુઈ રહેલાંના વાહનોની તોડ ફોડ કરી હતી.દંડે દંડે ફટકાર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,પોલીસે 5 વકીલ અને 2 પત્રકારની પણ ધરપકડ કરી હતી.આરોપીઓએ સરદારનગર પી.આઈ. વિરાની.,જેસીપી અશોક યાદવ ,પીએસઆઇ ડી.કે.મોરી,ઢીલોન સહિત પોલીસ કર્મીઓની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો….અમદાવાદ – વેરાવળ અને અમદાવાદ – ચેન્નાઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનોના કોચ સ્ટ્રક્ચરમાં પરિવર્તન